ભૂલી પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સીટી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે 5 વર્ષની એક અજાણી બાળકી મળી આવી છે. બાળકીને ક્યાં જવું છે પૂછયું છતા કશું કહેતી નથી અને ખુબજ ગભરાઈ ગઇ છે તેથી 181ની મદદની જરૂર છે.
- Advertisement -
181ના કાઉન્સેલર વૈશાલી ચૌહાણ ઘટના સ્થળે અજાણી બાળકીની મદદ માટે પહોંચેલ આજુબાજુના લોકોએ બાળકીને એક સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતી. ત્યાંના આજુબાજુના લોકો બાળકીઓને ઓળખતા ન હતા. જાગૃત નાગરિકનું કાઉન્સિલિંગ કર્યું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ બાળકી અહીં તેની માતાની શોધખોળ કરે છે બાળકીને તેનું નામ અને માતા-પિતાનું નામ યાદ હતું અને બાળકી ડરેલી હોવાથી બોલવામાં ગભરાતી હતી જેમાં બાળકી રડતી હોવાથી બાળકીને શાંત કરી અને સાંત્વના આપી હતી. બાળકીને પાણી પીવડાવી નાસ્તો કરાવ્યા બાદ બાળકી પાસે થી તેના વિશે જાણવાનો પ્રયત્ન કર્યું હતું. જેમાં બાળકીએ તેમનું નામ જણાવેલ અને તે રૂમ પર રહે છે. તેમ તેના માતા-પિતા અહીં કામ કરવા આવેલાં છે. બાળકી હિન્દી ભાષામાં વાત કરી ત્યાર બાદ બાળકીને લઇને આસપાસના કારખાના પર ગયેલ જેમાં બાળકીને કોઈ ઓળખતું ન હોય કે બાળકી કોઈ ને ઓળખતી ના હોય ત્યાર બાદ બાળકી ને તેના ઘરની પાસે એક દુકાન છે તે દુકાનનું નામ અને દુકાનદારનું નામ યાદ આવેલ. તેથી આજુબાજુનાની સોસાયટીમાં બાળકીની પૂછપરછ કરી ત્યાં બાળકીની બહેન બહાર રમતી હતી તેથી બાળકી તેની બહેનને ઓળખી ગઇ. બાળકીની બહેન પાસે થી બાળકીના પિતાનો મોબાઈલ નંબર મેળવી બાળકેના પિતાએ જણાવેલ કે તેઓ યુ.પી.ના વતની છે અને યુ.પી. ગયેલા છે. બાળકીના પિતા મારફતે બાળકીના માતાનો સંપર્ક કર્યું. બાળકીના માતાએ જણાવેલ કે તેઓ હોસ્પિટલમાં તેમના સંબંધિને દાખલ કરી છે. તેથી હોસ્પિટલ છે. ત્યારબાદ બાળકીના અને તેમના માતા – પિતાના આધાર પુરાવા અને ફોટાઓ મેળવી તેમના માતાને યોગ્ય સલાહસૂચન, માર્ગદર્શન આપી. બાળકીનું ધ્યાન રાખવાનું જણાવી બાળકીનો કબજો તેમની માતાઓ ને સોંપ્યો હતો.