હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ઘણું મહત્ત્વ હોય છે. ઘરની ઘણી બાબતો આપણે વાસ્તુ અનુસાર કરીએ છીએ. ત્યારે વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી બાબતો જણાવવામાં આવી છે, જેનો અમલ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ સમસ્યાઓ દૂર થાય છે.
મુખ્ય પ્રવેશદ્વાર માટે આપવામાં આવી છે ટિપ્સ
વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અંગે પણ કેટલાક બાબતો જણાવવામાં આવી છે. જેનો અમલ કરવાથી પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
- Advertisement -
કચરો જમા ન કરશો
ઘરના મુખ્ય દ્વાર પર કચરો ક્યારેય ભેગો ન કરવો જોઈએ. કચરો ભેગો કરવાથી માતા લક્ષ્મી પાછા જતા રહે છે. એટલા માટે ઘરનું મુખ્ય દ્વાર હંમેશા સાફ રાખવું જોઈએ.
વેલાવાળા છોડ તરત જ હટાવી દો
મની પ્લાન્ટ જેવા વેલાવાળા છોડ મુખ્ય પ્રવેશદ્વાર પર ક્યારેય ન લગાવવા જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ છોડ હંમેશા ઘરની અંદર જ લગાવવા જોઈએ.
ગંદુ પાણી જમા ન થવા દો
ઘરની બહાર ગંદુ પાણી જમા થવું પણ અશુભ માનવામાં આવે છે. જેના કારણે સમાજમાં અપમાન સહન કરવું પડી શકે છે.
- Advertisement -
કાંટાવાળા છોડ ન વાવવા
મુખ્ય પ્રવેશદ્વાર પર કાંટાવાળા છોડ પણ ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને આર્થિક સ્થિતિ પર પણ અસર થાય છે.
પ્રવેશ દ્વાર પર જૂતાં-ચપ્પલ ન રાખો
ઘણા લોકો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર જૂતા અને ચપ્પલ રાખે છે. આવું કરવું શુભ માનવામાં આવતું નથી કારણ કે દેવી લક્ષ્મી મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરે છે અને જો ત્યાં જૂતાં અને ચપ્પલ રાખવામાં આવે તો તે પાછા જતા રહે છે.
(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)