ઓનલાઇન સસ્તામાં ટીકીટ આપવાની સાયબર ઠગે ઓફર કર્યા બાદ કયુઆર કોડ વેરીફાઇ કરતા છેતરપિંડી બહાર આવી
આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર કોલ્ડ પ્લેના શોની ટીકીટને લઇને કાળાબજાર શરૂ થઇ ગયા છે. તો તેની સાથે સાથે સાયબર ગઠિયાઓએ ફેક ટીકીટની નવી મોડેસ ઓપરેન્ડી લઇને ઓનલાઇન માર્કેટમાં આવી ગયા છે. જેમાં બેક છાત્રા છેતરપીંડીનો ભોગ બની છે.
- Advertisement -
આ અંગે સાયબર એકસપર્ટ ભુસાવળકરે જણાવ્યું હતું કે, હાલમાં જે કિસ્સો સામે આવ્યો તેમાં એવું હતુ કે, ભોગબનનારે એકસાથે છ ટિકિટ બુકિંગ કરી હતી. ખરેખરમાં આ કોન્સર્ટની એક યુઝર માત્ર ચાર ટિકિટ બુક કરી શકે છે. સાયબર અપરાધીએ એવી લાલચ આપી કે, અમે તમને છ ટિકિટ આપીશુ અને 3500ની ટિકિટને 5200માં ઓફર કરવામાં આવી હતી.
જેમાં ભોગ બનનારે 30,999 રૂપિયા જેટલું પેમેન્ટ કર્યું. આ પેમેન્ટ લીધા પછી આ ઠગબાજોએ એક ફેંક ટિકિટ કે જે એક ટેમ્પ્લેટ બનાવીને આ લોકોને મોકલવામાં આવી અને એ લોકોને એવું કહેવામાં આવ્યું કે, બાકીની ટિકિટ જે ફિઝિકલ ટિકિટ છે એ તમને અઠવાડિયા પહેલા તમને મળી જશે.
ટિકિટ વેરિફાઈ કરતા કાંડ બહાર આવ્યું હતું. વધુમાં કહ્યુ કે, ભોગ બનનારે જ્યારે એ ટિકિટને વેરિફાઈ કરી ત્યારે આ પ્રકારનો આખો મુદ્દો સામે આવ્યો હતો.