ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા પોલીસ સ્ટેશનમાં ગત 16-11-2024 ના રોજ ફરીયાદી નરેશભાઇ સોલંકી પોતાની માલિકીનો ટ્રક મહુવા ખાતે વેચાણ અર્થે આપેલ હોય જેમા લોનના હપ્તાઓની રકમ ખરીદી કરનારને ભરવાની હોય તેવી શરતે વેચાણ કરી આરોપીઓ દ્વારા કાવતરૂ અને છેતરપીંડી કરી ટ્રકને ભંગારમાં સ્કેપીંગ માટે વેચી ગુન્હો કરવામા આવેલ છે. રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં. 11193050240510/2024 ઇ.ગ.જ. કલમ-318(4), 61(2)(એ), 112(2) મુજબ છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો. જે બાદ પીઆઇ વિજય કોલાદરાની સુચનાથી રાજુલા પોલીસ દ્વારા એક છેતરપીંડી કરનાર ગેંગને પકડી પાડવામાં સફળતા મોટી સફળતા મળી છે. આ ગેંગ દ્વારા અમરેલી, ભાવનગર અને જુનાગઢ જીલ્લાના છ કે સાત ટ્રક માલિકો પાસેથી ટ્રક વાહનની ખરીદી કરી અને બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ટ્રક વાહનની ખરીદી કર્યા બાદ ભંગારમાં સ્કેપીંગ માટે વેચી નાખી કાવતરૂ કરી છેતરપીંડી આચનાર ગેંગનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો હતો.
- Advertisement -
આ છેતરપીંડી આચરનાર ગેંગના આરોપીઓએ ચાલુ લોન વાળા ટ્રક માલિક જે ટ્રક વેચવા માગતા હોય અને લોન શરૂ હોય તેમને બાના પેટે થોડા રૂપિયા આપી ચાલુ લોનના હપ્તાની રકમ ભરી આપવાની શરત સાથે વકીલ મારફતે નોટરી લખાણ કરી ટ્રક વેચાતો મેળવીને વેચાતો લીધેલ ટ્રકને ભંગારમાં સ્કેપીંગ માટે વેચી નાખી અને વેચાણથી લીધેલ ટ્રકને સગેવગે કરી વેચાણ આપનારના ચાલુ લોનના હપ્તાઓ નહી ભરી હપ્તાઓની ચડત રકમ કે બાકીના પૈસા આપેલ ન હોય તે રીતે ગેંગના આરોપીઓ સંગઠીત થઇ જે ટ્રક માલિકોએ પોતાના ટ્રકનું વેચાણ કરેલ હોય તેમની સાથે કાવતરૂ રચી અને છેતરપીંડી કરવામાં આવે છે. ત્યારે રાજુલામાં પણ ટ્રક માલિક સાથે કાવતરૂ કરી છેતરપીંડી આચનાર આ ગેંગના આરોપી ઉઝેફા શેખ, ઇમતીયાજ બીહારી, દિપક ઉર્ફે કાલા નારણ ગોહિલની એમ કુલ 3 આરોપીઓને રાજુલા પોલીસે ગણતરીના કલાકોમા ઝડપી પાડી રૂપિયા 25,000 રીકવર કરેલ છે. અન્ય બીજા 3 આરોપીને પકડી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજુલા પોલીસ કાવતરૂ રચી છેતરપીંડી આચનાર ગેંગનો પર્દાફાશ કરી સફળતા મળી છે. આ બાબતે ડીવાયએસપી વલય વૈધ દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રતિક્રિયા આપી હતી.