પ્રભાસ પાટણ સોમનાથમાં રાજય સરકારની યોજાનાર ચિંતન શિબિર પૂર્વે તંત્ર ચિંતામાં મૂકાયું
ચાર દિવસથી ચાલી રહેલા આંદોલન બાદ ગઇકાલે કોળી સમાજની વિશાળ રેલી યોજાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગીર-સોમનાથ
આગામી તારીખ 21, 22 અને 23 ના રોજ સોમનાથમાં યોજાનાર રાજ્ય સરકારની ચિંતન શિબિર હોય જે સંદર્ભે સમગ્ર સોમનાથ પ્રભાસ પાટણ વેરાવળમાં સફાઈ અને દબાણો દૂર કરી અને વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ઊભી કરાઈ રહી હોય.પ્રભાસ પાટણમાં વેણશ્વર નજીક આવેલ ગૌશાળા જ્યાંથી 50 જેટલી ગાયોને તંત્ર દ્રારા શિફ્ટ કરાઈ હતી અને ત્યારબાદ ગૌશાળાને ડિમોલેશન કરવા માટે નોટિસ અપાઈ હતી.
આ જગ્યા કોળી સમાજના યુવાનો દ્વારા અહીં ગૌશાળા અને રામદેવપીર નું મંદિર આવેલું હોય જેથી આસ્થા અહીં જોડાયેલી હતી.. ડિમોલેસનની નોટિસ મળતા જ સમગ્ર પંથકનો કોળી સમાજ એકત્રિત થયો હતો. અને છેલ્લા ચાર દિવસથી ગૌશાળા સ્થળ પર આંદોલન પર બેસી ગયેલ. અને ત્યાં રામધૂન અને કથા સહિતના આયોજનો કરી અને પોતે વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનમાં અનેક આગેવાનોમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા ત્યારે કોળી સમાજનું કહેવૂ છે કે 1994માં 30 વર્ષ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજોને જગ્યાઓ ફાળવાય હતી. જેમાં આ જગ્યાનો કોળી સમાજને આપવાનો ઠરાવ થયો હતો. અને એ ઠરાવ તત્કાલીન વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મોરારજીભાઈ દેસાઈએ કરેલો હતો. તો આ જગ્યા કોળી સમાજને જ ફાળવવામાં આવે અને ડીમોલેશન ન કરાય તેવી માંગ સૌ કોઈની હતી.
- Advertisement -
ઉકેલ નહીં આવે તો કોળી સમાજનું મહાસંમેલન…
ચાર દિવસના આંદોલન બાદ આજે પ્રભાસ પાટણ થી વિશાળ રેલી વેરાવળ પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. જેમાં ભારે માત્રામાં કોળી સમાજના ભાઈ બહેનો સહિત અન્ય સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમારી માંગ એક જ છે કે આ જગ્યા બાબતે તાકીદે જો નિર્ણય નહીં આવે તો સોમનાથમાં યોજાનાર રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં કાળા વાવટા ફરકાવી વિરોધ કરશું અને સમગ્ર રાજ્યભરમાંથી 2 લાખ જેટલી સંખ્યામાં કોળી સમાજના સભ્યો એકત્ર કરી મોટું સંમેલન બોલાવી ન્યાયના માટે આંદોલન ઉગ્ર બનાવીશું.