ધ્રાંગધ્રા સિટી, તાલુકા અને પાટડી પોલીસ મથકે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી ગુન્હાખોરી અટકાવવા પોલીસ દ્વારા હથિયાર બંધી અંગે મેગા ડ્રાઇવ યોજી છે જેમાં છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરે છે તેવામાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર રોડ નજીકથી હુશેન અબ્રાહમભાઈ નારેજાને છરી સાથે ઝડપી લીધો હતો. જ્યારે તાલુકા પોલીસ દ્વારા કોંઢ ગામ તરફ રોડ પરથી નવઘણ ભાવુભાઈ ડેડાણીયાને છરી સાથે ઝડપી પાડયો હતો આ તરફ પાટડી પોલીસ દ્વારા ખારાઘોડા સ્ટેશન પાસેથી વલીમહમદ અલીભાઈ ભટ્ટિને જાહેરમાં લાકડી લઈ નીકળતા ઝડપી પાડી તમામ વિરૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ હથિયાર બંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.