પૂર્વ કેબિનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ હાજર રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
- Advertisement -
નવા વર્ષની શરૂઆત સાથે જ ધ્રાંગધ્રા શહેરમાં ભાજપ કાર્યકરોના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી વર્ષ પૂર્ણ થતાં નવ વર્ષની શરૂઆત સાથે યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા તમામ કાર્યકરોને સંબોધતા આવનારા વર્ષમાં લોકશાહીના પર્વ એટલેકે દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વધુને વધુ ઊંચાઈ સર કરે જેના પાયા રૂપી ભાજપના કાર્યકરો પણ રાજકીય કારકિર્દીમાં આગળ વધવા માટે વાડી મહેનત અને પુરુષાર્થ કરે તેવી અપીલ કરી હતી. આ સાથે તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા, સાંસદ ચંદુ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ, ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ચેરમેન તથા વાઇસ ચેરમેન સહિત હોદેદારો તથા મળતી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.