રાજકોટ જેલના કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાના સ્ટોલનું મેળા પ્રેમીઓમાં આકર્ષણ
રાજકોટ જિલ્લા જેલ કેન્દ્ર દ્વારા એક વર્ષમાં રૂપિયા 1.50 કરોડના ભજીયાનું વેચાણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
- Advertisement -
સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે. પ્રત્યેક મેળાની જેમ આ વર્ષે પણ રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનો દ્વારા બનાવાતા ભજીયા લોકોના હોટ ફેવરિટ રહ્યા છે.
રાજ્યના વડા ડીજીપી કે.એલ. રાવ તથા એસપી રાઘવ જૈનની સૂચના-માર્ગદર્શન હેઠળ સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળામાં ખાસ ભજીયા વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે જે મેળાના પાંચ દિવસ ચાલુ છે
આ ભજીયા વેચાણ કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન હાલ જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો દ્વારા જ કરાય છે. રાજકોટ ઈન્ચાર્જ સેન્ટ્રલ જેલ ફેક્ટરી મેનેજર ચંદ્રકાંત પરમાર કહે છે ’આ મેળામાં 6 કર્મચારી અને રાજકોટ જેલના 13 બંદીવાનો ભાગ લઈ રહ્યા છે કે જેઓ ભજીયાનો સામાન પોતે બજારમાં જઈ લઈ આવે છે.
ભજીયા બનાવે અને ભજીયા પડીકા વાળે અને કેશ કાઉન્ટર સંભાળે. આ તમામ કામગીરી બંદીવાનો જ કરે છે. આ ભજીયા હાઉસ અંગે તેઓ કહે છે કે ગત વર્ષે અમોને રાજકોટ કેન્દ્રને વર્ષનો 1 કરોડ 50 લાખ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે સંપૂર્ણ પુરો કરેલ છે. ગત વર્ષે આ કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં અંદાજીત 3 લાખથી વધુ નો વેપાર કરેલ હતો. આ ભજીયા હાઉસ પ્રવૃત્તિને એટલા માટે અગત્ય અપાયેલ છે કે બંદીવાન જ્યારે તેની સજા પૂર્ણ થાય અને સમાજમાં ભળી શકે અને આત્મનિર્ભરતાથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે.