સ્વીગી-ઝોમેટો-બીગ બાસ્કેટ સહિતની કંપનીઓને ખાસ તાકીદ
ઝડપથી બગડતા ખાદ્ય ઉત્પાદનોમાં 30% શેલ્ફલાઈફ હોવી જરૂરી: ફુડ સેફટી એકટમાં હવે કવીક કોમર્સ કંપનીઓને પણ આવરી લેવાઈ
- Advertisement -
દેશમાં ઈ-કોમર્સ બાદ હવે કવીક-કોમર્સ એટલે કે શાકભાજી-કિરાના દૂધ કે કોઈપણ ખાદ્ય કે વ્યક્તિગત વપરાશની ચીજો ફકત 10 મીનીટમાં જ તમારે ત્યાં ડીલીવરી થાય છે અને દેશની ટોચની ફુડ-ડીલીવરી કે ગ્રોસરી-ડિલીવરી કંપનીમાં સ્વીગી, ઝોમેટો, બીગબાસ્કેટ કે રિલાયન્સ વિ. તેમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.
ભારતમાં લોકો સુપર માર્કેટથી કિરાના સ્ટોર્સ જવાની કોઈ ઉત્પાદન પછી તે બટર પણ કેમ ન હોય કે પછી કોઈ ખાદ્ય ઉત્પાદનમાં તેની શેલ્ફ લાઈફ એટલે કે એકસપાયરી ડેટ અંગે ભાગ્યે જ ચિંતા કરે છે અને ફુડ ડિલીવરી કંપનીએ પણ સસ્તા મળવાની ઓફરમાં આ પ્રકારે એકસપાયરી ડેટ નજીક હોય તેવા ઉત્પાદનો પણ ડિલીવર કરી દે છે પણ હવે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (એફએસએસઆઈ) એ એક આદેશમાં આ પ્રકારે ફુડ-ખાદ્ય પદાર્થો ડીલીવર કરતી કંપનીઓને તેમાં જે દિવસે આ ડિલીવરી કરે તેમાં તેની એકસપાયરી ડેટ 45 દિવસથી ઓછી ન હોય તે નિશ્ર્ચિત કરવા જણાવ્યું છે.
આ મીનીમમ શેલ્ફ લાઈફ એટલે કે ગ્રાહકના ઘરે ડિલીવરી બાદ તેના ઉપયોગ માટે યોગ્ય રહે તે નિશ્ર્ચિત કરાશે. આ માટે જે તે ઉત્પાદનની શેલ્ફ લાઈફ 30% અથવા તો 45 દિવસ બેમાંથી જે વધુ હોય તે નિશ્ર્ચિત કરવાની રહેશે.આથી હવે ફુડ ડિલીવરી કંપનીમાં એકસપાયરી ડેટ કે સૂન-ટુ એકસપાયરી એટલે કે જેની એકસપાયરી ડેટ બહું જલ્દી પુરી થવાની હોય તેની ડિલીવરી કરી શકાશે નહી. આ માટે 45 દિવસનો સમયગાળો કે પછી જે તે ઉત્પાદનની જે મહતમ શેલ્ફ લાઈફ હોય તે 30% બચી હોવી જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા દૂધ, દહી, માખણ સહિતના ઉત્પાદનો જેની શેલ્ફ લાઈફ ખૂબ જ ઓછી હોય છે તેના માટે ખાસ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ પ્રકારે ડીલીવર્ડ થતા ઉત્પાદનોમાં કોઈ ગેરમાર્ગે દોરતા કે જેને સાબીત કરી શકાય નહી તેવા દાવા પણ નહી કરવા તાકીદ કરી છે.
- Advertisement -
ખાસ કરીને આરોગ્ય કે સૌંદર્ય સંબંધી ઉત્પાદનોમાં જે રીતે દાવા થાય છે તેમાં ઉત્પાદકથી ડીલીવરી તમામ કંપનીઓની ચેનને જવાબદાર ગણવામાં આવશે અને લોકોને આરોગ્યની દ્રષ્ટિએ સલામત હોય તે નિશ્ર્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોની સલામતી તેની શરીર પર અસર અંગે પણ કંપનીઓએ ખાસ માહિતી આપવી પડશે તથા ડિલીવરી કંપનીઓએ ખાદ્ય ઉત્પાદનોમાં સ્ટોરેજ પેકીંગથી લઈ ડીલીવરી સુધી તેના સ્ટાફને તાલીમ આપવાની રહેશે. તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મને હાલના ફુડ સેફટીના જે નિયમો છે તે લાગુ પડે છે તે ફકત ડિલીવરી કરે છે તેવા કારણોથી તેને બાયપાસ કરી શકશે નહી.