ગિરનારની લીલી પરિક્રમા કરવા લાખ્ખો લોકો ઉમટી રહ્યા છે જો કે આ પરિક્રમા દરમ્યાન હાર્ટ અટેકથી થતા મોતનો આંકડો ચિંતાજનક છે. બે દિવસમાં કુલ 9 લોકો પરિક્રમા દરમ્યાન હાર્ટ અટેકથી મોતને ભેટ્યા છે.
સત્તાવાર રીતે ગઇકાલે ગરવા ગીરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઇ પરંતુ યાત્રાળુઓએ છેલ્લાબે દિવસથી પરિક્રમા શરૂ કરી દીધી છે.. આ પરિક્રમા દરમ્યાન હૃદય રોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઉભી કરી છે.
- Advertisement -
કુલ 9 લોકોના હાર્ટ એટેકથી મોત
બે દિવસમાં 9 લોકો હૃદયરોગના હુમલામાં મોતને ભેટ્યા છે. આ મૃતકો જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના છે.. રાજકોટના 3 ભાવીકોના હૃદયરોગના હુમલામાં મોત થયા છે.
મહત્વનું છે કે દેવ ઉઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલો પ્રવેશ અપાયો હતો.. જે શ્રદ્ધાળુઓના પરિક્રમા દરમ્યાન હાર્ટ અટેકથી મોત થયા છે તેમના નામ આ મુજબ છે.
- Advertisement -
મૃતકો નામ
મુળજી લોખીલ- (રાજકોટ
મનસુખ ભાઈ- રાજકોટ
અરવિંદ સિંધવ- રાજકોટ
પરસોત્તમભાઈ ભોજાણી- જસદણ
હમીર લમકા -અમરસર
રસિક ભરડવા -દેવળા
આલા ચાવડા -ગાંધી ધામ
અરુણ ટેઈલર -મુંબઈ
નટવર લાલ પટેલ -અમદાવાદ
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકના કેસ ખુબજ વધી રહ્યા છે.
ક્રિકેટ રમતાં, કસરત કરતા, ઓફિસમાં કામ કરતા, ડાન્સ કરતાં-કરતાં હાર્ટએટેક આવવાના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન 2024 માં 11782 અને જાન્યુઆરીથી જૂન 2023માં 10150 કેસ હૃદયને લગતી ઈમરજન્સીના નોંધાયા હતા.. આમ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 65 લોકો હૃદયને લગતી ઈમરજન્સીના શિકાર બને છે તેમ કહી શકાય. ગુજરાત હોટેલ
હાર્ટ એટેકના લક્ષણો
છાતીનો દુખાવો
શ્વાસની તકલીફ
ઉબકા
થાકેલું હોવું
ડાબા હાથનો દુખાવો
પરસેવો
નર્વસનેસ
આટલું ધ્યાન રાખજો
-તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન અને દેખરેખ રાખવાની જરૂર છે.
-વ્યાયામ કરો પરંતુ ધીમે ધીમે વધારો, અચાનક ક્ષમતા કરતા વધુ કસરત કરવાથી હૃદયને નુકસાન થઈ શકે છે.
-બ્લડ ટેસ્ટ, શુગર ટેસ્ટ, ECG અને ફેમિલી હિસ્ટ્રીને ધ્યાનમાં રાખો
-ટ્રેડમિલ પર દોડતી વખતે વધુ પડતી કસરત ન કરો અને તમારી ક્ષમતાનું ધ્યાન રાખો
– સુડોળ શરીર મેળવવા માટે ખોટા પૂરકનો ઉપયોગ કરશો નહીં