આજે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડમાં BSF તથા NSG કમાન્ડો દિલધડક સ્ટંટ કર્યા હતા.
એકતા પરેડમાં 16 માર્ચિંગ ટુકડી સામેલ
- Advertisement -
શપથ બાદ યુનિટી ડે પરેડ શરૂ થઈ ગઈ છે. 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડી, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડ આ પરેડમાં ભાગ લઈને તેમના કરતબોથી લોકોને અચંબિત કરી દીધા હતા. રહ્યાં છે.
અલગ અલગ સુરક્ષા ફોર્સ પોતાનાં કરતબો રજૂ કર્યાં
એકતાનગર કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે, જેમાં ખાસ રાષ્ટ્રીય એકતા પરેડ સૌથી મોટું આકર્ષણ છે, કેમ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમાન્ડો, ચેતક કમાન્ડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ સહિત CISF, SRP, NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સે પોતાનાં વિવિધ કરતબો રજૂ કર્યાં હતાં. પરેડ બાદ કેવડિયા ખાતે હાલ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ છે.