સાસણ ખાતે હોટલ અને ફાર્મ હાઉસના સંચાલકો સાથે વનતંત્રની બેઠક મળી
દિવાળી તહેવારોમાં આવતા પ્રવાસીઓએ ગેરકાયદે લાઈન શો થી દૂર રેહવું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ દિવાળી તહેવારોની જાહેર રજાઓ આવી રહી છે તે અન્વયે વિશ્વમાં એશિયાઈ સિંહનુ એક માત્ર નિવાસ સ્થળ ગીર છે. તેને નિહારવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર અભ્યારણ્યની મુલાકાતે આવતા હોય છે. તેઓ ગીર અભ્યારણ્ય આસપાસ આવેલ હોટેલ, હોમ સ્ટે, ફાર્મ હાઉસોમાં રહેવાનુ પસંદ કરતા હોય છે. તેને ધ્યાને રાખીને સાસણ ખાતે, ગીર અભ્યારણ્ય નજીક આવતા હોટેલ માલીકો, હોમ સ્ટે માલીકો તથા ફાર્મ હાઉસ વાળાઓની સાથે જૂનાગઢ ગીર પશ્ચિમ નાયબ વન સંરક્ષક અધ્યક્ષતામાં એક બેઠક મળેલી હતી.
આ બેઠકમાં મુખ્ય જંગલ વિસ્તારમાં કે, બુહદગીર વિસ્તારમાં પ્રવાસીઓને ગેરકાયદેસર લાયન શો ન કરવા તથા ગીરએ ગુજરાતનુ હદય છે અને સિંહ એ ગીરની શાન છે. તેને જોવા માટે સાસણ સફારી, ગીરનાર સફારી, દેવળીયા પાર્ક અને આંબરડી સફારી પાર્ક એમ માત્ર ચાર જ અધિકૃત જગ્યાઓ છે.આ સિવાય કોઈપણ વ્યક્તી સિંહ બતાવવાની લાલચ આપે, તો તેમાં ભરમાવુ નહી.આવા લેભાગુ તત્વોની વાતમાં ફસાવુ નહી.તથા વન્યપ્રાણીઓને રંજાડવા, દોડાવવા, તેની પાછળ વાહન દોડાવવા, હોર્ન વગાડી-લાઈટ મારી પરેશાન કરવા, ખોરાક-પાણીની લાલચ આપી ચોક્કસ જગ્યાએ રોકી રાખવા કે લઈ જવા ગુંહાઈત કુત્યુ કરવા કે કરાવવા, મદદગારી કરવી કે પ્રયત્નો કરવા એ સજાપાસ્ત્ર ગંભીર ગુન્હો છે. તથા લાયન શો જેવા કૃત્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવુ મદદગારી કરવી બિન અધિકૃત જગ્યાએ સિંહ જોવા બોલાવવા કે સિંહ ની હાજરી વિષે જાણ કરવી એ પણ એટલો જ સજાપાત્ર ગંભીર ગુન્હો છે. તથા અનુસુચિ-1 ના વન્યપ્રાણીઓ અંગેના ગુન્હાઓ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ 9 હેઠળ 7 (સાત) વર્ષ સુધીની કેદ અને રૂ. 1,00,000 સુધીના દંડની જોગવાઈ વાળા બિન જામીનપાત્ર ગુન્હાઓ છે. આવા કોઈપણ બનાવ આપના ધ્યાને આવે તો નજીકની વન કચેરીનો સંપર્ક કરી તુરંત જાણ કરવા જણાવવામાં આવ્યુ હતું.