ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
ભારતિય સંસ્કૃતિ અને પરંપરા ઉજાગર કરતા વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત સર્વાંગી વિકાસ માટે પણ પ્રોત્સાહન મળેલ હતું.
આ સ્પર્ધામાં કુલ 80 વિધાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ તેમજ ઉમળકાભેર ભાગલ લીધેલ હતો જેમાં કુલ 41 રંગોલી બનાવેલ અને વિજેતા વિદ્યાર્થીનીઓને ઈનામ આપવામાં આવેલ હતા.
આ સ્પર્ધામાં ુથમ ક્રમાંકે હેમાંગીબેન કંજારીયા(પ્રથમ સેમ. આઈ.ટી.) ક્રિનાબેન વરસાણી(પ્રથમ સેમ. કોમ્પ્યુટર) દ્વિતીય ક્રમાંકે હેતવીબેન શાહ (પ્રથમસેમ. બી.ટી.) બ્રિન્દાબેન આહિર (તૃતીય સેમ. બી.ટી.) તૃતીય ક્રમાંકે શ્રીબેન સોજીત્રા મીરાબેન કાલાવડિયા(પ્રથમ સેમ. બી.ટી.) વિજેતાઓ થયા હતા. ભાવિ એન્જીનીયરો કલાક્ષેત્રે પણ નિપુણ છે એ બાબતને વી.વી.પી.ના વિદ્યાર્થીનીઓએ ચરિતાર્થ કરી. આ જ પ્રકારના આયોજનોને કારણે વી.વી.પી.ના વિદ્યાર્થીઓ રાજય સ્તરે યુનિવર્સીટી સ્તરે સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઝળહળતો દેખાવ કરે છે. સ્પર્ધાના સફળ આયોજન માટે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના આચાર્યશ્રી ડો.પીયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ વુમન ડેવલપમેન્ટ સેલના કન્વિનર ડો. દર્શનાબેન પટેલ તેમજ કો-ઓર્ડીનેટર ડો. દર્શનાબેન ભટ્ટી પ્રો. શેરોનબેન ક્રિસ્ટી તથા કમિટિના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
- Advertisement -
રંગોળી સ્પર્ધાના આયોજન માટે વી.વી.પી.ના ટ્રસ્ટીઓશ્રી કૌશીકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઇ મણીઆર ડો. નરેન્દ્રભાઈ દવે ડો. નવીનભાઈ શેઠ દ્વારા પ્રિન્સીપાલશ્રી ડો. પીયુષભાઈ વણઝારા વુમન ડેવલપમેન્ટ સેલના તમામ સભ્યો તેમજ સમગ્ર કર્મચારીગણ અને વિદ્યાર્થીગણને શુભેચ્છાઓ આપવામાં આવી છે.