જૂનાગઢની જ્ઞાનબાગ ગુરુકુળમાં રાજકોટ ત્રંબાના વિદ્યાર્થી મૃત્યુ મામલો
પોલીસે એડી દાખલ કરીને ગુરુકુળ સંચાલકોના નિવેદન લીધા
- Advertisement -
ગુરુકુળના સંચાલકોએ છેલ્લી ઘડીયે વિદ્યાર્થીના પિતાને જાણ કરી
પોલીસ દ્વારા બાળકના વિસેરા FSLમાં મોકલાયા: રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢના સાબલપુર ચોકડી નજીક આવેલા જ્ઞાનબાગ ગુરૂકુળમાં ધો.6માં અભ્યાસ કરતા ત્રંધા ગામના વિદ્યાર્થીને તાવ આવ્યો હતો. ત્યારબાદ સંચાલકો તેના વાલીને જાણ કરી ન હતી અને સારવાર કરાવવામાં બેદરકારી દાખવી હતી. ગત રવિવારે આ વિદ્યાર્થીનું મોત થયુ હતુ. મૃતક વિદ્યાર્થીના પરિવારે જ્ઞાનબાગ ગુરૂકુળના સંચાલકોની બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપ સાથે તાલુકા પોલીસે અરજી આપી તપાસની માંગ કરી છે. આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટ નજીકમાં ત્રંબા ગામનો ઓમ અંકુરભાઇ સાંગાણી ગત જુન માસથી જૂનાગઢના સાબલપુર ચોકડી નજીક આવેલા જ્ઞાનબાગ ગુરૂકુળમાં રહી ધો.6માં અભ્યાસ કરતો હતો. ગત તા.19ના ઓમને તાવ આવતા તેની તબીયત ખરાબ થઇ હતી. શારિરીક અશક્તિ આવી જતા તે ચાલી પણ શકતો ન હતો. તેમ છતા ગુરૂકુળના સંચાલકોએ તેના વાલીને જાણ ન હતી. તેમજ મેડીકલ તપાસ કરાવી ન હતી તા.ર0ના ઓમની વધુ ખરાબ હાલત થતા તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
- Advertisement -
ત્યારે ઓમના પરિવારને હોસ્પિટલ લઇ જતા હોવાની અને જુનાગઢ આવવા જાણ કરી હતી. હોસ્પિટલમાં તબીબે તપાસ કરી ઓમને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ ગુરૂકુળના સંચાલકોએ ઓમનું મોત થયાનું જણાવ્યુ હતુ. ઓમના મામા અને અન્ય સગા સબંધીઓએ જૂનાગઢ ગુરૂકુળમાં આવી તપાસ કરતા સંચાલકોએ તેને સીસીટીવી ફુટેજ બતાવ્યા હતા જેમાં ઓમને શુક્રવારથી મજા ન હતી છતા તેની તપાસ કરાવી ન હતી કે વાલીને જાણ કરી ન હતી. રવિવારે તબીયત વધુ ખરાબ થતા હોસ્પિટલમાં લઇ ગયા હતા રવિાવરે સવારે નાસ્તો કરતા સમયે ઓમ બે ત્રણ વાર પડી ગયો હતો. તેમ છતા બેદરકારી દાખવવામાં આવી હતી. ઓમના મામા અને અન્ય સબંધીઓએ જણાવ્યુ હતુ કે, રવિવારે સવારે નાસ્તો કરતી વખતે પડી ગયો જોવા મળ્યો હતો સંચાલકોએ કોઇ સંભાળ લીધી ન હતી. તેના રૂમના અન્ય વિદ્યાર્થીઓએ તેને પકડયો હતો. છેલ્લી બે કલાકના ફુટેજ આપ્યા નથી. ઓમના પરિવારના લોકોએ જણાવ્યુ હતુ કે, પોલીસને અરજી 5ણ આપી છે. આ મામલે ગુરૂકુળના સંચાલકોની બેદરકારી હોવાનો તેના પરિવારે આક્ષેપ કર્યો છે ઓમના મામાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે. આ અંગે ગુરૂકુળના સંચાલક આશીશભાઇ કાચાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેનો ફોન બંધ હતો.
જ્ઞાનબાગ ગુરુકુળના સ્વામીએ બાળક બીમાર હોવાનું નિવેદન આપ્યું
જૂનાગઢ જ્ઞાનબાગ ગુરુકુળમાં વિદ્યાર્થી મોત મામલે તાલુકા પોલીસે તા.20ના રોજ એડી દાખલ કરીને તપાસ શરુ કરી છે.ડીવાયએસપી હિતેશ ધાંધલિયા જણવ્યું હતું કે, પોલીસે ગુરુકુળના સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને તપાસ શરુ કરી છે.અને મૃતક બાળકના વિસેરા એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે.અને તેનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે તેમજ પીએસઆઇ ડી.કે.સરવૈયાએ ગુરુકુળ સંચાલકોના નિવેદન લેવામાં આવ્યા જેમાં મૃતક વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા રૂમ પાર્ટનરના પણ નિવેદન લેવામાં આવ્યા છે અને સ્વામીએ વિદ્યાર્થીને કોઇપણ કારણોસર નબળાઇ આવી ગયાનું અને બિમાર હોવાનું હાલ જણાવ્યુ હતુ. પરંતુ એફએસએલ રિપોર્ટ આવ્યા પછી કારણ બહાર આવશે. જયારે વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા ત્યાં ડોકટરે તપાસતા તેનું મોત થયાનું જાહેર થયુ છે.



