રંગોળી કલર, દીવડા, મુખવાસ, કપડાં સહિતની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
દીપવાલી પર્વ અને બેસતા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરની બજારોમાં ખરીદારીની રોનક વધઈ છે.અને બજારોમાં ભીડ જોવા મળી રહી છે.જૂનાગઢની મુખ્ય બજારોમાં પંચહાટડી ચોક, હવેલીગલી, મંગાનાથ રોડ, માલીવાડા રોડ સાથે શોપિંગ મોલ સહિતની બજારોમાં દિવાળી પર્વ નિમિતે ખરીદી કરવા ઉમટી પડ્યા છે.
- Advertisement -
છેલ્લા એક સપ્તાહથી શહેરમાં વરસાદી માહોલ હતો જેના લીધે બજારમાં મંદી જોવા મળતી હતી જોકે હવે ત્રણ દિવસથી વરસાદે વિદાઈ લેતા બજારોમાં રોનક જોવા મળી રહી છે જેમાં કપડા, રંગોળીની અવનવી ડિઝાઇન અને કલર તેમજ દીવડા, મુખવાસ, રંગબેરબાગી ડેકોરેશનની લાઈટો સાથે કપડાં, સૂઝ તેમજ સોના ચાંદી ખરીદી સાથે અન્ય ચીજવસ્તુ લેવા લોકો બજારમાં ઉમટી પડ્યા છે.અને બજારમાં ગ્રાહકો વધતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.



