ઈઝરાયેલે કહ્યું છે કે, ઈરાન અને તેના સહયોગી દેશો દ્વારા તેમના પર છેલ્લા કેટલાક સમયથી સતત હુમલા થઈ રહ્યા છે, અમે હવે વળતો પ્રહાર કર્યો છે, અમે અમારા લોકો અને દેશને બચાવવા માટે કંઈ પણ કરીશું.
આ હુમલા અંગે IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું, ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલ તેમના સૈન્ય મથકો પર હુમલો કરી રહ્યું છે. ઈરાન અને તેના સહયોગી દેશો 7 ઓક્ટોબર, 2023થી ઈઝરાયેલ પર સતત સાત મોરચે હુમલો કરી રહ્યા છે. અમે ઇઝરાયેલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.
- Advertisement -
યુએસએ ચેતવણી આપી
આ હુમલા બાદ અમેરિકાએ કહ્યું કે, હવે ઈરાને ઈઝરાયેલ પર હુમલો બંધ કરવો પડશે. પરંતુ આ પછી પણ જો તેઓ આમ કરશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ તરફ હવે ઈઝરાયલ, ઈરાન, ઈરાકે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. આગામી આદેશ સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
- Advertisement -
ઇઝરાયેલે ત્રણ પ્રાંતોમાં લશ્કરી કેન્દ્રો પર હુમલો કર્યો
ઈરાનના નેશનલ એર ડિફેન્સ હેડક્વાર્ટરે જણાવ્યું કે ઈઝરાયેલે તેહરાન, ખુઝેસ્તાન અને ઈલામ પ્રાંતમાં લશ્કરી કેન્દ્રો પર હુમલો કર્યો છે. આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ સફળતાપૂર્વક તેનો સામનો કર્યો છે. કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું છે. હજુ તપાસ ચાલુ છે.
ઇઝરાયેલમાં હાઇ એલર્ટ
IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે,”આ હુમલાઓ વચ્ચે ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે. અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લઈશું.” તેમણે કહ્યું કે હજુ સુધી લોકો પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. જો કે તેમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ હુમલામાં અમેરિકાએ ઈઝરાયલની મદદ કરી કે કેમ તેવા સવાલ પર તેમણે કહ્યું કે અમેરિકા અમારો ખાસ સાથી છે.
અમારું મિશન પૂર્ણ થયું : ઇઝરાયેલ
IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ ટ્વિટર પર એક વીડિયોમાં જણાવ્યું હતું કે, હવે હું પુષ્ટિ કરી શકું છું કે અમે ઇઝરાયેલ સામે ઈરાનના હુમલાને સમાપ્ત કરી દીધો છે. તેમણે એમ પણ કહ્યું કે ઈઝરાયેલે હુમલા બાદ તેનું મિશન પૂર્ણ કરી લીધું છે.