કોટેશ્વર કચ્છથી સોમનાથ સુધીની સાયકલ યાત્રા…
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
કોટેશ્વર કચ્છથી સોમનાથ સુધી 11 સાયકલ યાત્રિકો દ્વારા સોમનાથ યાત્રા કરાઈ જેમાં 11 સાયકલ સવાર યાત્રિકો સાથે ત્રણ સેવાકીય લોકો કોટેશ્વર કચ્છથી સોમનાથ સુધી 600 કિલોમીટર નું અંતર કાપી છ દિવસે સોમનાથ દર્શનાથે પહોંચ્યા જેમના જેવો એક અનુસંધાને નીકળેલ કે ગૌમાતા ને રાષ્ટ્રીય માતા રાજ્યમાતાનો દરજ્જો થાય અને એક ગૌમાતા ને ઉચ્ચ સ્થાન મળે તે હેતુથી સાયકલ દ્વારા યાત્રા કરી લોકોને ગૌમાતા માટે જાગૃત કરી અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે તે હેતુ થી સાયકલ યાત્રા પ્રારંભ કરી સોમનાથ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી સોમનાથ દાદા પાસે ગૌમાતા માટે પ્રાર્થના કરી હતી.