સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટીઅને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહના 61માં જન્મદિવસ નિમીત્તે શ્રી સોમનાથ મંદીરમાં આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા સહિતના ધાર્મિક આયોજન કરાયું હતું. તેમના પ્રતીનીધિ સ્વરૂપે સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અમીતભાઈના નિરામય દિર્ઘાયુષ્ય અને સમગ્રલક્ષી કલ્યાણની પ્રાર્થના સાથે મહાપૂજા માટે પૂજન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ પાસે ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહના નિરામય અને દિર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામા આવી હતી.
ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમીત શાહના જન્મદિવસે સોમનાથ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Follow US
Find US on Social Medias