કચ્છના મીઠાના રણમાં પાણી: નવેમ્બર સુધી પાણી સુકાશે તો જ માણવા મળશે સફેદ રણનો નજારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કચ્છમાં આવેલા સફેદ રણ ખાતે વિશ્ર્વભરમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેમાં શિયાળાની શરૂઆત થતાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રણ ઉત્સવનું આયોજન થાય છે. આ વર્ષે ભારે વરસાદને પગલે કચ્છના સફેદ રણમાં હજૂ સુધી પાણી ભરાયેલું હોવાથી દૂર-દૂર સુધી પાણી પાણી જ દેખાય છે, ત્યારે દરિયા જેવા દ્રશ્ર્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વરસાદ ખાબક્યો છે. રણમાં પણ હાલ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે હજુ સુધી પાણી ભરાયેલું હોવાથી મીઠું પાક્યું નથી. તેવામાં રણોત્સવનું આયોજન જ્યાં થાય છે તે ગામના સરપંચનું કહેવું છે કે, હવે વરસાદ ન પડે તો નવેમ્બર મહિના સુધીમાં પાણી સુકાશે તો જ ડિસેમ્બરમાં રણોત્સવનું આયોજન થઈ શકશે.