જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરએ કલેક્ટર કચેરી ખાતે મહિલાઓને સન્માનિત કરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા ત્રણ મહિલા કર્મીઓએ વડોદરા સ્થિત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જીયુવીએનએલ તથા તેની સંલગ્ન કંપનીઓ માટે આયોજિત થતી સ્પોર્ટસ તથા કલ્ચરલ સ્પર્ધામાં ત્રણ બહેનોએ અલગ અલગ રમતોના મેડલ પ્રાપ્ત કર્યા હતા. જીવનના સર્વાંગી વિકાસ માટે રમગ-ગમત અને કલા મહત્ત્વના પાસાંઓ છે. આ જ ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પ્રતિવર્ષ ખેલ મહાકુંભના આયોજન કરાવ્યાં હતાં. વર્તમાન ગુજરાત સરકાર પણ આ પંરપરાને પ્રતિબદ્ધતા સાથે નિભાવી રહી છે. આ સંદર્ભમાં પીજીવીસીએલમાં ફરજ બજાવવાની સાથે સાથે સમય કાઢીને એઝમીના બેન એ બેલીમેએ કેરમ ,હર્ષિતાબેન કે બરેજાએ ચેસ અને જ્યોતિબેન એમ પંડ્યા બેડમિન્ટન રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સફળતા પ્રાપ્ત કરી છે, આ મહિલા કર્મીઓએ ફરજ બજાવવાની સાથે સાથે રમત-ગમત માટે પણ સમય કાઢીને અનન્ય કૌશલ્યને નિખારી અનેરી સિદ્ધિ મેળવી છે.
- Advertisement -
મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા અને પરિશ્રમથી આગળ વધી રહી છે. ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની સાથે સાથે રમત-ગમતની આવડતને મહેનત દ્વારા સજાવીને જીવનમાં સફળતાનાં શિખરો સર કરતાં રહો તેવી શુભેચ્છા પત્ર પાઠવી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ ત્રણ મહિલાઓને સન્માનિત કરાયા છે. જિલ્લા કલેકટર કચેરી પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરે આ મહિલાઓને રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ તકે અધિક નિવાસી કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંક ગળચર ઉપસ્થિત રહ્યાં હતાં.