ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં વસતા આદિવાસી ભીલ સમાજ દ્વારા આદિવાસી ભીલ સમાજ માટે એક દિવસીય દાંડીયારાસનું આયોજન તા. 17-10-2024 ને ગુરુવારના રોજ સાંજે 7-00 કલાકે સનાતન ગરબા ગ્રાઉન્ડ, શીતલ પાર્કની સામે, આર.કે. વર્લ્ડ ટાવર પાસે રાખેલ છે. જેમાં ભીલ સમાજના ખેલૈયાઓ સાઉન્ડ સિસ્ટમ, ઓરકેસ્ટ્રા, લાઈટીંગ, ડીજે સાથે પારિવારીક માહોલમાં ગરબાના રંગે રંગાશે. આયોજનને સફળ બનાવવા માટે આયોજક તરીકે દર્શનભાઈ ભીલ, જયભાઈ રાઠોડ, સિદ્ધરાજભાઈ રાઠોડ, મનોજભાઈ દુબલ, જીતેન્દ્રભાઈ વાઘેલા, ભાવનાબેન લીડીયા, સંજયભાઈ રાઠોડ, અમિતભાઈ ચૌહાણ, વિશાલભાઈ પરમાર, વિરેનભાઈ રાઠોડ તેમજ ભીલ પંચના ટ્રસ્ટીઓ, રાજકોટ ભીલ પંચના સભ્યો દ્વારા આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી છે. પાસ માટે મો. 7777947587, 7041256009, 9409016806 પર સંપર્ક કરવો.