ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગમાં ઘટનાઓ વધતી નજરે પડી રહી છે જેમાં 6 ઓકટોબરના રોજ કોઠારીયા ગામ નજીક આધેડની કાર પર અજાણ્યા શખસો ફાયરિંગ કરી નાશી છૂટયા હોવાનો મેસેજ જિલ્લાના કંટ્રોલ રૂમને મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
જ્યારે ફાયરિંગમાં તરખાટ રચનાર આધેડને પોલીસ દ્વારા પૂછપરછમાં જમીન પર બે શખ્સો દ્વારા દબાણ કરેલ હોય જે અર્થે માથાકુટ ચાલતી હોવાથી દબાણ કરેલ બંને શખ્સોએ જ ફાયરિંગ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી પરંતુ પોલીસે લીધેલા પ્રાથમિક નિવેદન શંકાશીલ લાગતા પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરતા ફાયરિંગમાં સમગ્ર ઘટના નાટક રચી માથાકુટ ચાલતા બંને શખ્સોને ખોટા કેસમાં ફસાવવા માટેનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો જોકે ફાયરિંગમાં નાટક રચનાર આધેડ અકબર અનવરભાઈ મલેક અને પુત્ર સલમાન અકબરભાઇ મલેક વિરૂદ્ધ ગુન્હો નોંધી બંને વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે
શું હતું ફાયરિંગ પ્રકરણ ?
- Advertisement -
વઢવાણ ખાતે રહેતા અકબરભાઈ મલેક 6 ઓકટોબરના રોજ સાંજના સમયે પોતાની સ્વિફ્ટ કર લઈને કોઠારીયા ગામ પાસેથી નીકળતા ત્યાં ઉભેલા યુનુસ દુવાં અને યાકુબ દીવાન દ્વારા કાર ઊભી રાખવા માટે ઈશારો કરતાં અકબરભાઇ દ્વારા કાર ઊભી રાખતા યુનુશભાઇ પાસે હથિયાર હોવાની શંકાના આધારે કાર મૂકી નાશી ગયા બાદ પાછળથી ફાયરિંગ થયું હોવાનું જણાઇ આવતાં જીલ્લા કંટ્રોલ રૂમ ખાતે જાણ કરી હોવાનું નાટક રચાયું હતું.
ફાયરિંગમાં ઘટના માત્ર એક નાટક
સુદવેલ ખાતે રહેતા અનિલભાઈ સોમપુરાના પ્લોટ નંબર 1 અને 2 પર યુનુશદુવાં તથા યાકુબ દિવાન દ્વારા દબાણ હોય જે અંગે અકબરભાઈ માલેકને બંને સાથે માથાકુટ ચાલતી હોય પરંતુ યુનુસ અને યાકુબ દીવાનને કોટા કેસમાં ફીટ કરવા માટે આખુંય તરખાટ રચી અકબરભાઈના પુત્ર સલમાન દ્વારા પોતાના પિતા સાથે રહીને આખાય નાટકને અંજામ આપ્યો હોય જે અંગે બંને પિતા પુત્ર વિરૂદ્ધ ગુન્હો પણ નોંધાયો છે.