લેસર શો વીથ ડી.જે. માણી મંત્રમુગ્ધ થયા ખેલૈયાઓ-દર્શકો-આમંત્રિતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈનમ કામદાર રાસોત્સવ ખાતે સાતમાં નોરતે લેસર શો વીથ ડી.જે. નું આયોજન કરવામાં આવ્યુ હતું, જેનો મન મુકીને આનંદ હાજર સૌએ માણેલ હતો. યુવાનો અને બાળકો જ નહીં પરંતુ તમામ લોકોને પસંદ પડે વાતાવરણને ધમાકેદાર અને રંગોથી ભરી દેતો આ લેસર શો માણવા લાયક હતો. સાથે હાલનાં ટ્રેન્ડ ને અનુરૂપ અવનવા ગીતો સાથે જુના ગીતોની રીમીક્ષ દ્વારા સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ તેની ચરમસીમા ઉપર હતો. આજે ટીમ લેસર મામા દ્વારા આયોજીત લેસર શો તેમજ ડી.જે. રોનક દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં જયભાઈ ખારાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. આજે રાસોત્સવની સાથે સાથે આ વિશેષ આકર્ષણ માણવાનો આનંદ લઈને તમામ ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
- Advertisement -
આજનાં દિવસે મુખ્ય અતિથિ પરિવાર તરીકે જે.વી.એસ. ડેવલોપર્સ તથા નીમીશભાઈ મહેતા પરિવારનાં સભ્યો, જીતુભાઈ કોઠારી પરિવાર, વિભાશભાઈ શેઠ પરિવાર, સુજીતભાઈ ઉદાણી પરિવારનાં સભ્યો દીલીપભાઈ ઉદાણી, ધીમંતભાઈ કોઠારી, કૌશીકભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, ઝરણાબ્ોન શેઠ, મીહીરભાઈ શેઠ, દીપ્તીબ્ોન કોઠારી, હસ્તી કોઠારી, વિભાશભાઈ શેઠ, સુજીતભાઈ ઉદાણી, રશ્મીભાઈ મહેતા, ખુશ્બ્ુાબ્ોન મહેતા, અભિશેકભાઈ મહેતા, ઈશીતાબ્ોન મહેતા, અલ્પેશ મકવાણા, મયુરભાઈ મકવાણા, અશોકભાઈ લાલાણી, બકુલભાઈ દોશીને વિન્ટેજ કારમાં બ્ોસાડીને ઢોલ નગારા સાથે ગ્રાઉન્ડમાં આવેલ નયનરમ્ય માં જગદંબાનાં મંદિર ખાતે આરતી ઉતારવા લઈ જવાયા હતા. તમામ પરીવારનાં સભ્યોએ માં જગદંબાની આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આ તમામ પરિવારજનો વંદે માતરમ્ , રાષ્ટ્રગીત સમયે તીરંગા ઝંડા સાથે પણ જોડાયા હતા અને રાષ્ટ્રભકિતની ભાવના ઉજાગર કરેલ હતી. આજનાં આ મુખ્ય અતિથી અને સ્પોન્સર એવા જે.વી.એસ. ડેવલોપર્સ તથા નિમિશભાઈ મહેતાનાં પરિજનોનું વિશેષ સ્મૃતિ ચિન્હ આપી અદકેરું સન્માન કરવામાં આવેલ હતું. આજનાં દિવસે જૈનમ્ કામદાર રાસોત્સવમાં સર્વશ્રી ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, એડીશ્નલ કલેકટર ચેતનભાઈ ગાંધી, જૈન શ્રેષ્ઠી જીતુભાઈ બ્ોનાણી, મધુરમ હોસ્પિટલનાં ડો.હેમાંગભાઈ વસાવડા, રાજકોટ બલ્ડિર એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા, શિવશકિત ટ્રાવેલ્સ ગ્રુપ તથા વોર્ડ નં.10 નાં કોર્પોરેટર નિરુભા વાધેલા, શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમભાઈ પુજારા, વર્ધમાન બલ્ડિર ગ્રુપનાં કેતનભાઈ પટેલ, રોનફેનસ્ટર ગ્રુપનાં બલ્ડિર છગનભાઈ બ્ુાસા, જાણીતા ધારાશાસ્ત્રી અનીલભાઈ દેસાઈ અને કમલેશભાઈ શાહ, બલ્ડિરો સર્વશ્રી ધર્મેશભાઈ જીવાણી, રણધીરસિંહ જાડેજા, પૃથ્વીસિંહ રાણા, જનેશભાઈ અજમેરા, કમલેશભાઈ લાલ, બહ્મસમાજ પ્રમુખ દર્શિતભાઈ જાની, જામનગર ઉદાણી કુટુંબનાં પમુખ નેમિષભાઈ ઉદાણી, જામનગર નાત પ્રમુખ શશીભાઈ ઉદાણી, આર.એસ.એસ.નાં રમેશભાઈ શિંગાળા, રાજુભાઈ પરમાર, અંબરીશભાઈ ત્રાંબ્ાડીયા, કેતનભાઈ વસા, વૈશાલીબ્ોન કાનગડ વિગેરે ખાસ ઉપસ્થિત રહી રાસોત્સવ માણેલ હતો.
આજનાં સાતમાં નોરતે રાસોત્સવમાં બ્ોસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ અમન કોઠારી, બીજા નંબરે રક્ષીત વોરા, ત્રીજા નંબર સિઘ્ધાર્થ દોશી જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ યેશા શાહ, બીજા ક્રમે ડીમ્પલ વોરા, અને ત્રીજા ક્રમે કૃપાલી શેઠ તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે હીતેન દોશી, બીજા નંબરે જૈનમ પાટડીયા, ષ્ીજા ક્રમે રીહાન હપાણી અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે રીયા બારભાયા, બીજા નંબરે કેશ્વી મહેતા, ત્રીજા નંબરે માહી હપાણી વિજેતા બન્યા હતા.