જિલ્લાના મુખ્ય મથકમાં જ ખુલ્લેઆમ ચાલતો હતો શરાબ અને જુગારનો ખેલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગ, દુષ્કર્મ, લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય બનતા હવે પોલીસની છબી તો ખરડાઈ છે પરંતુ જિલ્લામાં ઠેર ઠેર ચાલતા જુગાર અને દારૂના અડ્ડાને લીધે હવે પોલીસ સામે અનેક શંકા પણ ઉદભવી છે. વારંવાર સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દરોડા કરી રહી છે. ત્યારે વધુ એક વખત જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગરમાં જ વિદેશી દારૂના ખુલ્લેઆમ વેચાણ થતાં વરલી મટકાના જુગાર પર ગાંધીનગર એસ.એમ.સી દરોડો કરી પોલીસના નાક નીચે ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ખુલ્લી પડી છે.
- Advertisement -
જેમાં સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી ચોક વિસ્તારમાં ચાલતા ખુલ્લેઆમ વિદેશી દારૂના સ્ટેન્ડ પર એસ.એમ.સી ત્રાટકી હતી અહી વિદેશી દારૂ સાથે વરલી મતકાની જુગાર પણ ચાલતો હોવાનું ખુલવા પામ્યું હતું જોકે આ દારૂ – જુગારના હાટડા ચલાવનાર મુખ્ય સૂત્રધાર નાશી છૂટ્યો હતો પરંતુ દારૂ અને જુગારના દરોડામાં વિદેશી દારૂ સાથે ત્રણ મોબાઇલ, એક બાઈક સહિત કુલ 3,10,865/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જ્યારે ઇસ્માઇલ મહેબૂબ ભટ્ટી, સુરેશ તુલશિભાઈ સોલંકી, નિલેશ બચુભાઈ ચૌહાણને વિદેશી દારૂ સાથે જ વરલી મટકાના જુગારમાં ચંદ્રસિંહ દાનસિહ ડોડીયા, રવિરાજ પ્રવિણસિંહ ઝાલા તથા સરફરાઝ અંવર્ભાઈ ખોખરને ઝડપી આ જુગાર દારૂના અડ્ડા ચલાવતા જયરાજસિંહ ઉર્ફે જયુભા રણજીતસિંહ ઝાલા તથા રણજીત માવસિહ ઝાલા અને વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર શખ્સ સહિતના ત્રણ ઈસમો નાશી છૂટવામાં સફળ રહ્યા હતા. આ પ્રકારે સુરેન્દ્રનગર શહેરમાં પોલીસની લીલીઝંડી થકી ચાલતા જુગાર અને દારૂના હાટડા પર ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દરોડો કરી કુલ 9 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.