45 જેટલી દિવ્યાંગ બાળકોએ અવનવા રાસ-ગરબા રજૂ કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
માણાવદરમાં છેલ્લા 35 વર્ષથી ચાલતી પ્રાચીન સિંધી સમાજ દ્વારા આયોજિત સંત કવરરામ ગરબી મંડળમાં દિવ્યાંગ બાળકોએ રાસની રમઝટ બોલાવી હતી માણાવદરના સરદારનગર સોસાયટીમાં સંત કંવરરામ ગરબી મંડળના પંટાગણમાં જુનાગઢ જિલ્લાના માખીયાળા ખાતેના સાંત્વન વિકલાંગ વિકાસ મંડળની 45 જેટલી દિવ્યાંગ બાળાઓ દ્વારા પોતાની આગવી શૈલીમાં અવનવા રાસ રજૂ કર્યા હતા. ત્યારે આ વિકલાંગ બાળાઓ ખરેખર ઈશ્વરનું રૂપ હોય અને પોતાની આવડતથી અનેક રાસ રજૂ થતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તકે રાજુ એન્જિનિયર્સ પ્રા.લી. રાજકોટના રાજુભાઈ દોશી તથા ઉપસ્થિત લોકો દ્વારા આ દિવ્યાંગ બાળકોને આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
આ સંસ્થાના સંચાલન કરતા નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર બંને બહેનો છે અને આ સંસ્થામાં 45 જેટલી નિરાધાર વિકલાંગ દીકરીઓને સાચવે છે ત્યારે આ સંસ્થા દ્વારા આ દીકરીઓને કેવી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે તે જોવા માટે એક વાર સંસ્થાની મુલાકાત લેવા આવવાનું કર્યું મુલાકાત લેવા આહવાન કર્યું હતું અને આ સંસ્થાને આર્થિક રીતે મદદરૂપ થવા પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપવા પણ અપીલ કરી હતી.