માતાજી સનમુખ પૂજન અર્ચન કરી આરતી ઉતારી અધિકરીઓએ ધન્યતા અનુભવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
માતાજીના પાવન નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે.ત્યારે માતાજીના મંદિરોમાં માઇ ભક્તો દ્વારા અનુસ્થાન સાથે પૂજન અર્ચન કરી માતાજીની ભક્તિ કરે છે.ગિરનાર પર આવેલ અંબાજી મંદિરે માં અંબાના દર્શન કરવા દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા પધારે છે અને માતાજીની આરાધના કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.
- Advertisement -
જુનાગઢ ગરવાગઢ઼ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના પુરા ભાવ સાથે દર્શન કરતાં ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર ડી.ડી. જાડેજા સાથે અધિક કલેકટર આલ સાહેબ સહિતના અધિકારીઓએ આજે માતાજી સન્મુખ દર્શન પૂજન અર્ચન સાથે આરતી કરી હતી અને મંદિર ટ્રસ્ટ મહંત શ્રીતનસુખગીરી બાપુ વતી પૂજારીઓએ કલેકટર સહીત પધારેલ અધિકારીઓને માતાજીની ચુંદડી અર્પણ કરી રૂડા આશીર્વાદ આપ્યા હતા.ત્યારે બાવન શક્તિપીઠ માની એક શક્તિ પીઠ ગિરનાર પર્વત પર આવેલ માં અંબાની છે ત્યારે આસો નવરાત્રી પર્વે હજારો માઇ ભક્તો અંબાજી મંદિરે બિરાજમાન માં અંબા માતાજીના દર્શન કરવા પધારે છે.અને માતાજીની આરાધના કરે છે અને માં અંબાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.