ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સમસ્ત સમાજ દ્વારા ગત રાત્રે પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહેર નવરાત્રી રાસોત્સવ 2024 નો ભવ્ય શુભારંભ થયો.
મહેર સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા આ ઉત્સવમાં પ્રથમ નોરતાની આરતી મહેર સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં પૂરા ભક્તિભાવથી કરવામાં આવી.
આ પ્રારંભિક દિવસે મહેર સમાજના મહામંત્રી બચ્ચુભાઇ આંત્રોલીયા, ઉપપ્રમુખ અરજનભાઈ ખિસ્તરિયા, નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઇ કેશવાલા, રામાભાઈ ઓડેદરા તથા સંસ્થાના વિવિધ ટ્રસ્ટીઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
સાથે જ રાસોત્સવના ક્ધવીનર જયેન્દ્રભાઈ ખુંટી, પરબતભાઈ કેશવાલા, અને મહેર મહિલા વિકાસ મંડળના સભ્યો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રાસોત્સવમાં, મહેર સમાજના વડીલો અને દાતાઓએ કહ્યું કે આ પરંપરા માત્ર ઉત્સવ નથી, પરંતુ સમાજના સભ્યોએ પોતાના મૂળભૂત મૂલ્યોને જીવનમાં ઉતારવા માટેનું એક સક્રિય પ્રયોગ છે. પ્રથમ નોરતાના દિવસે પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, તથા સમાજના અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, રાસોત્સવની વિશિષ્ટતા મુજબ, ખેલૈયાઓએ એ મન મૂકીને ગરબાની રમઝટ ઊઠાવી હતી. સમાજના પરંપરાગત નિયમોને અનુસરીને બહેનો અને ભાઇઓ માટે અલગ-અલગ તાળી અને દાંડિયા રાસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે અંતે ભાઇઓ અને બહેનોના મિક્સ દાંડિયા રાસનું પણ આયોજન થયું.મહેર સમાજ દ્વારા ગૌરવમય પરંપરાનું પાલન કરવા માટે બેસ્ટ ખેલૈયાઓની પસંદગી ત્રણ વિભાગમાં કરવામાં આવી: બાળક, યુવા અને મેરીટ વર્ગ. પસંદગી કર્યા બાદ તેઓને શિલ્ડ અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રાસોત્સવના પહેલા દિવસે યુકેથી સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ શુભેરછા પાઠવી હતી અને સંસ્થા માટે સામૂહિક આરાધનાથી સમાજના વિકાસની અને કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાની આશા વ્યક્ત કરી હતી.