જીએસટીમાં ચારને બદલે ત્રણ સ્લેબ કરવાના નિર્ણયને બ્રેક?
ગૃપ ઓફ મીનીસ્ટરની બેઠકમાં જીએસટી દરમાં ફેરફાર પર નિર્ણય: આમ વપરાશની ચીજો સસ્તી કરવા તૈયારી : ટ્રેકટર પર જીએસટી દર ઘટશે: ‘સેસ’ ના બદલે જીએસટી દર વધારાશે.
- Advertisement -
આ માસમાં મળનારી જીએસટી સબંધી ગ્રુપ ઓફ મીનીસ્ટરની બેઠકમાં ચોકકસ દવાઓ તથા જીવન વીમા પોલીસી સહીત સંખ્યાબંધ ઉત્પાદનો અને સેવાઓ પરનો જીએસટી દર ઘટી શકે છે.અથવા નીલ થઈ શકે છે. પરંતુ સીમેન્ટ સહીતનાં ઉત્પાદનો માટે હાલ કોઈ રાહતની શકયતા નહીંવત છે. સરકાર જીએસટીનાં જે ચાર સ્લેબ છે તેમાં પણ એક સ્લેબ ઘટાડીને આગળ વધવા માંગે છે અને તેમાં 12 ટકા અને 18 ટકાના દરનું વિલીનીકરણ શકય છે.
જેમાં આ બન્ને સ્લેબમાં રહેલા ઉત્પાદન અને સેવાઓનું નવેસરથી વર્ગીકરણ કરીને તેમાં આવશ્યક કે મીડલ વર્ગ સુધીના ઉપયોગના અને સેવાઓના જીએસટી દર 5 ટકા સુધી નીચા કે નીલ કરાય તેવી ધારણા છે. આ ઉપરાંત સરકાર જે ઉત્પાદન કે સેવામાં જીએસટી આવક નીચી રહે છે તેના દર ઘટાડશે.ખાસ કરીને ટ્રેકટર પરનો જીએસટી તેના વર્ગીકરણ મુજબ 12 થી 28 ટકા લાગે છે. જેમાં હવે સમાનતા લવાશે. ગ્રામીણ ક્ષેત્રોમાં ટ્રેકટરનો કૃષિ ઉપયોગ વધે તે માટે આ સમીક્ષા થઈ શકે છે. તો તેની સામે દેશમાં જે ઈલેકટ્રીક વાહનોનો વપરાશ થયો છે તેવા રૂા.40 લાખ કે તેત્તી ઉપરના ઈ-વાહનો અને આયાતી ઈ-વાહનો પરનો જીએસટી દર હાલ ફકત 5 ટકા છે. તે વધારીને 18 ટકા સુધી લઈ જવાશે.
સૌથી મહત્વનું વિમા પોલીસી પર જીએસટી દર અંગે છેક સંસદમાં પણ આ દર ઘટાડવા માંગ થઈ હતી અને નાણામંત્રી નિર્મલા સીતારામને એ સમયે એવો જવાબ આપ્યો હતો કે રાજયો તે માટે સંમત નથી પણ હવે ગ્રુપ ઓફ મીનીસ્ટર પર દબાણ છે. તેથી જીવન વીમા પરનો જીએસટી દર ઘટાડીને હાલ જે 18 ટકા છે તે 5 ટકા અથવા નીલ કરાશે.તો આરોગ્ય વિમા મેડીકલેમ સહીતની જે પોલીસી છે તેમાં 18 ટકાનો દર 12 ટકા કરાશે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનાં અધ્યક્ષપદ હેઠળ મળનારી આ બેઠકમાં 12 ટકાનો સ્લેબમાં જે ઉત્પાદનો અથવા સેવાઓ આવે છે તેમાં મોટાભાગની સેવા-ઉત્પાદનો 5 ટકાના સ્લેબમાં લઈ જવાના પક્ષમાં છે.
- Advertisement -
તો બાકીના ઉત્પાદનો સેવાને 18 ટકાના સ્લેબમાં લઈ જઈ 12 ટકાની લોબી જ નાબુદ કરાય તેવી શકયતા પર પણ જે અધિકારી સ્તરની ભલામણો આવી છે તેના પર વિચારણા કરશે અને તેમ કરવાથી જીએસટીની એકંદર આવક પર કોઈ મોટી અસર પડે નહિં તે જોશે તેમાં એક વિચારણા દવાઓ સસ્તી બનાવવાની પણ છે. જે દવાઓ 12 ટકાનાં સ્લેબમાં છે તેને 5 ટકામાં લઈ જવાય તો કેન્દ્ર અને રાજયની ટેકસ આવકમાં રૂા.11000 કરોડનો ઘટાડો થઈ શકે છે.તેજ રીતે આરોગ્ય વિમા પોલીસી પર જે 18 ટકા જીએસટી ચે તેમાં સરકારને રૂા.8000 કરોડની આવક થાય છે.
18.8 અને 28 ટકાના જીએસટી સ્લેબ કેન્દ્ર અને રાજય સરકારો માટે સૌથી વધુ 72 થી 73 ટકા આવક લાવે છે તેથી સરકાર હવે સમગ્ર માળખુ જે ઉત્પાદનો પર સેસ છે તેમાં જીએસટી વધારીને રાજયોને ખોટ પડે તે સરભર કરવાનો સરકારનો ઈરાદો છે આ માટે સેસ છે. જેથી આવક ફકત કેન્દ્રને જ મળે છે તે હવે રાજયોને પણ મળે તે જોવા માગે છે. સરકાર લકઝરી આઈટેમ પર જીએસટી વધારશે જોકે મંત્રી જુથની બેઠક ફકત ભલામણ કરશે તે જીએસટી કાઉન્સીલ નિર્ણય લેશે. તા.19 ની બેઠકમાં ખાસ કરીને ઈનપુટ ટેકસ ક્રેડીટનો જે મોટો ફલો વહે છે તેને મર્યાદિત કરવા પણ વિચારશે અને પ્રિમીયમ પ્રોડકટમાં ઈનપુટ ટેકસ ક્રેડીટ મર્યાદિત કરી શકે છે.
કેન્દ્રને સેસ આવક રૂા.1.50 લાખ કરોડ:હવે જીએસટી દરમાં ભેળવી દેવાશે
સીન ટેકસ ધરાવતા સિગારેટ-સહિતના ઉત્પાદનો સસ્તા નહી થાય
કેન્દ્ર સરકારે જીએસટી અમલમાં આવ્યા બાદ અનેક ઉત્પાદનો પર સેસ લાદીને ખુદના માટે વધારાની આવક ઉભી કરી છે. સેસની થતી આવકમાં રાજયોને હિસ્સો મળતો નથી પણ હવે સરકાર સીગારેટ, ટોબેકો ઉત્પાદનો સોફટ ડ્રીકસ અને મોંઘ વાહનો પર જે 28 ટકા જીએસટી તથા તેના પર સેસ વસુલે તેના બદલે આ હવે જે સ્લેબ ઘટાડાની જીએસટી આવકમાં ઘટાડો તે ભરપાઈ કરવા પણ સેસનો ઉપયોગજ તથા સરકારને સેસની આવક ધરખમ થઈ રહી છે.
11 થી 290 ટકા જેટલી સેસ વસુલાશે જેના કારણે આ નાણાંકીય વર્ષમાં રૂા.1.50 લાખ કરોડ વધશે જે ગત વર્ષ રૂા.1.45 લાખ કરોડની હશે સરકાર આ તમામ ઉત્પાદનો જેના પર સીન ટેકસ છે તે જાળવી રાખશે અને સેસ નાબુદ કરાય તો તેના બદલે જીએસટી 12 ટકા વધારાશે સીગરેટ, તંબાકુ ઉત્પાદન, સોફટ ડ્રીન્કસ, સસ્તા થશે નહીં.