ઘટ-સ્થાપના કે કળશ સ્થાપનાને નવરાત્રીના આરંભનું પ્રતીક માનવામાં આવે છે. આ અનુષ્ઠાન 3 ઓક્ટોબર 2024એ છે. આવો જાણીએ ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ નિયમ કયા કયા છે.
03જી ઓક્ટોબરથી શક્તિની આરાધનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે, જે દશેરાના દિવસે પૂર્ણ થશે. આ વખતે તિથિઓની વધ-ઘટ થવાથી નવરાત્રિ 8 દિવસની જ રહેશે. વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રિ છે, આસો માસની નવરાત્રિ દરમિયાન ગરબા રમવાનું પણ વિશેષ કારણ વિદ્વાનો પાસેથી જાણવા મળતું હોય છે. નવરાત્રિ એટલે નવ રાત્રિનું પૂજન, જો માતાજીની ઈચ્છા હોય તો જ ભક્ત ભક્તિ કરી શકે છે તેવું પણ વિદ્વાનો જણાવતા હોય છે, જન્મ આપી જીવને દુનિયામાં લાવનાર માતા અને બીજા જીવને સદગતિ અને પૂર્વજન્મના દોષ દૂર કરનારી માતા એટલે જગદંબા.
- Advertisement -
નવરાત્રિ દરમિયાન ઘટ (કળશ)ના સ્થાપન પણ વિશેષ ભાવ રહેલો હોય છે, તેની નવ દિવસ સ્થાપના પણ યોગ્ય માર્ગદર્શન માંગી લે છે જે મુજબ સવારે, બપોરે અભિજિત નક્ષત્રમાં કરવું અથવા સંધ્યા સમય આસપાસ શુભ યોગ હોય ત્યારે કરવું, પણ રાત્રે ન કરવું વગેરે, નવરાત્રિમાં ઘટની અંદર અખંડદીપ પ્રાગટ્ય ખૂબ પ્રભાવશાળી છે, તેમાંથી રાત્રી દરમિયાન દીપકના પ્રકાશ વડે શક્તિશાળી ઊર્જાથી ભક્તિ કરનારની પોતાની આભા અને ઘરની અંદર પણ સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે, જેનાથી ઘટ સમક્ષ ભક્તિ કરતો ભક્ત પોતાના જીવનો ઉદ્ધાર કરે છે અને ઘરમાં રહેલી નકરાત્મક શક્તિ દૂર થાય છે, ભક્તિનો હેતુ પણ જો યોગ્ય માર્ગદર્શન હોય તો વિશેષ વાત કહી શકાય, માતાજી ભક્તનો ભાવ જુએ છે અને તે ખુશ થાય છે, જાણો કળશ સ્થાપનાના મુહૂર્તથી લઈને તમામ વિધિ વિશે… કળશ સ્થાપના બ્રહ્માંડમાં રહેલી શક્તિ તત્ત્વનું આવાહન- કળશ સ્થાપનાનો અર્થ છે નવરાત્રિ સમયે બ્રહ્માંડમાં સ્થિત શક્તિ તત્ત્વનું ઘટ એટલે કળશમાં આવાહન કરવું. શક્તિ તત્ત્વને કારણે ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે. નવરાત્રિના પહેલા દિવસે પૂજાની શરૂઆત દુર્ગાપૂજા માટે સંકલ્પ લઈને ઈશાન ખૂણામાં કળશ સ્થાપના કરવામાં આવે છે.
નવરાત્રીની શરૂઆત
દુર્ગા પૂજાની શરૂઆત ઘટ-સ્થાપના કે કળશ સ્થાપનાથી થાય છે. માટે ઘટ-સ્થાપનાને આ 10 દિવસીય ઉત્સવના આરંભનું પ્રતીક માનવામાં આવે છે. ઘટ સ્થાપનાની સાથે જ આ અવસર પર માતાજીની અખંડ જ્યોતિ પણ પ્રજ્વલીત કરવામાં આવે છે.
નિયમ અને મુહૂર્ત
આવો જાણીએ ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ નિયમ કયા કયા છે.
- Advertisement -
ઘટ સ્થાપના મુહૂર્ત 2024
શારદીય નવરાત્રી પૂજન અશ્વિન મહિનામાં પ્રતિપદા તિથિએ ઘટ-સ્થાપના શરૂ થાય છે. પંચાંગ અનુસાર વર્ષ 2024માં ઘટ-સ્થાપનાનું સર્વોત્તમ મુહૂર્ત બૃહસ્પતિવાર 3 ઓક્ટોબર 2024 આસો સુદ એકમ
શુભ ચોઘડિયું સવારે 06.32 થી 08.01 સુધી
ચલ ચોઘડિયું સવારે 10.59 થી 12.28 સુધી
લાભ ચોઘડિયું બપોરે 12.28 થી 01.57 સુધી
અમૃત ચોઘડિયું બપોરે 01.57 થી 03.26 સુધી
શુભ ચોઘડિયું સાંજે 04.55 થી 06.25 સુધી
શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 6.40 થી 8.00 સુધી અને સવારે 11.05 થી બપોરે 1.00 વાગ્યા સુધી
અખંડ જ્યોતના નિયમ
ધાર્મિક ગ્રંથો અનુસાર અખંડ જ્યોતને હંમેશા પૂજા સ્થાન કે ઘરના મંદિરના ઈશાન કોણમાં સ્થાપિત કરવી જોઈએ.
અખંડ જ્યોતની પૂજા
નવરાત્રીમાં માતાજીની સાથે અખંડ જ્યોતની પૂજા પણ કરવી જોઈએ. કારણ કે હિંદૂ ધર્મમાં અખંડ જ્યોતને માતાજીનું પ્રતીક માનવામાં આવે છે.
ઘર બંધ ન રાખો
માન્યતા છે કે જે ઘરમાં અખંડ જ્યોતની સ્થાપના કરવામાં આવે છે તે ઘરને બંધ ન રાખવું જોઈએ અથવા તો ખુલ્લુ રાખીને ક્યાંક જવું પણ ન જોઈએ.
તામસિક ભોજન ન બનાવો
અખંડ જ્યોતિની પવિત્રતા યથાવત રહે તે માટે ઘરમાં ભૂલથી પણ તામસિક ભોજન ન બનાવો. કહેવાય છે કે જે નવરાત્રીનું વ્રત કરે છે. તેમને તામસિક ભોજનની ગંધ અને દર્શનથી પણ દૂર રહેવું જોઈએ.
અખંડ જ્યોત ઓલવવા ન દો
જે લોકો અખંડ જ્યોત સ્થાપિત કરે છે તેમણે ખૂબ જ સજાગ રહેવું જોઈએ. તેમણે જ્યોત સમય સમય પર ચેક કરતા રહેવું. તેમાં ઘી અને દિવેટને ચેક કરતા રહો અને તેને ઓલવવા ન દો.
કળશ સ્થાપના શા માટે?
નવરાત્રિમાં સ્થાપિત કરવામાં આવતો કળશ આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.
કળશ સ્થાપનાથી ઘરમાં શાંતિ આવે છે. કળશને સુખ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.
ઘરમાં રાખવામાં આવતો કળશ વાતાવરણને ભક્તિમય બનાવે છે. એનાથી પૂજામાં એકાગ્રતા વધે છે.
ઘરમાં બીમારીઓ હોય તો કળશ એને દૂર કરવામાં મદદ કરે છે.
કળશને ભગવાન ગણેશનું પણ સ્વરૂપ માનવામાં આવે છે, એનાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે.