ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હારીજ શહેરમાં રાત્રી દરમિયાન અકસ્માતોની ઘટનાઓને પગલે ઠેર ઠેર રસ્તા પર રખડતા પશુઓ તથા ગૌ માતની સેફટી માટે ગળામાં રેડિયમ સેફટી પટ્ટા લગાવવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં રાત્રી દરમિયાન અવાર નવાર અકસ્માત થતા ગૌ વંશો મોતને ભેટ્યા છે.
- Advertisement -
જેને લઈ હારીજ જય જલારામ સેવા સમિતિના સેવાભાવી યુવાન હિતેશભાઈ ઠક્કર,પંકજભાઈ પટેલ સહિત સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી હારીજ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓના આકસ્મિક મૃત્યુ થતાં જેસીબી દ્વારા ખાડો કરી વિધિસર રીતે આજદિન સુધી કુલ 45 જેટલા ગૌ વંશજોની દફનવિધિ કરી સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું