ભારતમાં 5 વર્ષમાં 24 યુનિવર્સિટીનાં કેમ્પસ શરૂ થશે
ઑક્સફર્ડ-કેમ્બ્રિજ યુનિવર્સિટી ઈન્દોર, જયપુર જેવાં શહેરોમાં કેમ્પસ ખોલશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ લંડન, તા.25
બ્રિટને ભારતમાં ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં મોટી પહેલ કરી છે. પાંચ વર્ષમાં ભારતીય મહાનગરો સહિત ટિયર-2 શહેરોમાં 24 બ્રિટિશ યુનિવર્સિટી પોતાનાં કેમ્પસ ખોલવા જઈ રહી છે. તેના માટે જયપુર, ભોપાલ, પટણા, કાનપુર અને ઈન્દોર જેવાં શહેરોની પસંદગી કરી છે. ભારતમાં બ્રિટનની યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન સૌથી પહેલા પોતાનું કેમ્પસ ખોલવા જઈ રહી છે. તેને ગત સપ્તાહે જ લાઇસન્સ મળ્યું છે.
ગુરુગ્રામમાં શરૂ થનારા કેમ્પસમાં આગામી શૈક્ષણિક સત્રથી એડમિશન મળવાનું શરૂ થઈ જશે. અનેક યુનિવર્સિટી આવતા મહિના સુધી પોતાનાં કેમ્પસની જાહેરાત કરવાની છે. સાઉધમ્પટન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ્યૂ એથરટને જણાવ્યું કે બ્રિટિશ યુનિવર્સિટી ભારતના હાયર એજ્યુકેશન સેક્ટરમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માંગે છે.
તેમણે જણાવ્યું કે ફેકલ્ટીની પસંદગી ભારતમાંથી પણ કરવામાં આવશે, જેનાથી સ્ટુડન્ટ્સને સ્થાનિક જરૂૂરિયાતોના હિસાબથી પણ ભણાવી શકાશે. પરંતુ મૂળ ફેકલ્ટીને બ્રિટિનના મુખ્ય કેમ્પસથી જ બોલાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા પ્રોફેસરોને ભારતમાં ભણાવવા માટે પ્રાથમિકતા અપાશે.
ફાયદો: ભારતીય વિદ્યાર્થીઓ 50% ખર્ચમાં ભણી શકશે
- Advertisement -
ભારતમાં કેમ્પસવાળી બ્રિટિશ યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓને લગભગ અડધા ખર્ચમાં ડિગ્રી મળશે. સાઉધમ્પટન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ માર્ક સ્મિથે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલમાં બ્રિટનમાં એક વર્ષનો અભ્યાસ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 25થી 30 લાખ રૂપિયામાં પડે છે. ભારતમાં એક વર્ષ માટે વિદ્યાર્થીઓને લગભગ 15 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ ભારતની કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીની ફી જેટલી છે. પહેલા વર્ષમાં પીજીના ચાર કોર્સ અને યુજી લેવલના બે કોર્સ શરૂ કરવામાં આવશે. પહેલા વર્ષમાં લગભગ 10 હજાર ભારતીય વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ભારતનાં કેમ્પસ દક્ષિણ એશિયા સેન્ટર કહેવાશે, એક લાખ વિદ્યાર્થીનું લક્ષ્ય
બ્રિટિશ યુનિવર્સિટીના ભારતમાં શરૂ થનારા કેમ્પસ દક્ષિણ એશિયા સેન્ટર તરીકે ઓળખાશે. બ્રિટિશ યુનિવર્સિટી એસોસિયેશનના સચિવ ટોની રીડ અનુસાર 2026માં બીજા વર્ષથી એક લાખ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું લક્ષ્ય છે. દક્ષિણ એશિયાના અન્ય દેશોમાંથી પણ વિદ્યાર્થીઓને ભારતમાં શરૂ થનારા બ્રિટિશ કેમ્પસમાં એડમિશન અપાશે. ભારતમાં દરેક બ્રિટિશ યુનિવર્સિટી નવા સત્રથી કોર્સની સંખ્યા વધારશે. ભારતમાં હાલ બ્રિટિશ યુનિવર્સિટીના ઓનલાઇન કોર્સમાં લગભગ 15 હજાર વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન છે.