રાજકોટમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતી યુવતીને મરવા મજબૂર કરનાર તબીબ સહિત બે સામે ફરિયાદ
લગ્નની લાલચ આપી, શોષણ કરી, તમામ દસ્તાવેજો પડાવી લઈ ત્રાસ આપ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધ્રોલ તાલુકાની પ્રમુખ દર્શન સોસાયટીમાં રહેતા જાનુબેન ગોવિંદભાઈ બોખાણીએ રાજકોટના પુષ્કરધામ મેઈન રોડ ઉપર રહેતા અને ડોક્ટર તરીકે ફરજ બજાવતા પાર્થ દીપકભાઈ જોબનપુત્રા અને તેના ભાઈ મૌલિક ઉર્ફે મિત જોબનપુત્રા સામે તેની દીકરી બિંદિયાને મરવા મજબૂર કરવા અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું તેની દીકરી રાજકોટમાં રહી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતી હતી બંને ભાઈઓએ 2020-21માં યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી
- Advertisement -
અને તેણીને લગ્નની લાલચ આપી તેનું શોષણ કર્યું હતું દીકરીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફ્સાવી હતી તેમજ તેણીના ફોટા અને વિડીયો ઉતારી આ ઉપરાંત આ વિડીયો અને ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી તેણીના જુદી જુદી બેંકના એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, સહિતના જરૂરી ડોક્યુમેન્ટ પણ પડાવીલીધા હતા અને લગ્ન કરવાના બહાને શોષણ કર્યું હતું ડોક્ટર સહીત બંને ભાઈઓના શારીરીક માનસિક ત્રાસથી કંટાળી ગત તારીખ 24 મેં 2023ના રોજ રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલ અતુલીયમ આંગનવન ખાતે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવમાં કોર્ટે ગુનો નોંધવા હુકમ કરતા પોલીસે બંને ભાઈઓ સામે મરવા મજબુર કરવા અંગે ગુનો નોંધી તપાસ એસીપી રાધિકા ભારાઈને સોપવામાં આવી છે.