સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોગ લગાવેલા 74 કિલોના લાડુનું દિવ્યાંગ ગૃહમાં વિતરણ
દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના 74માં જન્મદિને સોમનાથમાં ધાર્મિક પૂજન અને જનસેવાનો સંકલ્પખાસ-ખબર ન્યૂઝ સોમનાથ, તા.17
- Advertisement -
રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના 74 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા. તેઓ ના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથજીના ચરણોમાં ટ્રસ્ટના પૂજારી ટ્રસ્ટ પરિવાર અને તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુંજય મંત્રના આયુષ્ય મંત્રજાપ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા પુરુષસુક્તના પાઠ, ગૌપુજન, મહાદેવની મહાપૂજા, 74 કિલોના લાડુનો ભોગ, સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષવર્ધન નીઓટીયા, પી.કે.લહેરી, નવનિયુક્ત ટ્રસ્ટી વિશદ પદ્મનાભ મફતલાલ, તેમજ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ઓનલાઇન માધ્યમથી તેમજ ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબ દ્વારા પ્રત્યક્ષ સોમનાથ પધારીને ટ્રસ્ટના અધ્યક્ષ માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નિરામય દીર્ઘાયુ, શિવ સંકલ્પ સિદ્ધિ, અને ક્ષેમકુશળની પ્રાર્થના સાથે ધાર્મિક પૂજન અને જનસેવા કાર્યોનો સંકલ્પ લીધો હતો. પ્રધાનમંત્રી ના જન્મદિવસના ઉપલક્ષમાં આગામી એક વર્ષમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2000 દિવ્યાંગોને કૃત્રિમ પગ અને કેલિપર્સ અર્પણ કરશે, 1000 આંખના ઓપરેશન અને દાંતની બત્રીસી બનાવી આપવામાં આવશે. 1000 બેરોજગારોને રોજગારીલક્ષી તાલીમ આપવામાં આવશે. 10,000 કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવશે.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર તીર્થનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી વસુધૈવ કુટુમ્બકમની ઉદ્દાત ભાવના સાથે નેતૃત્વ કરતો આપણો દેશ પ્રધાનમંત્રી ની અધ્યક્ષતામાં સદાય અગ્રેસર રહે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને ભગવાન સોમનાથ દીર્ઘ અને નિરામય આયુષ્ય અર્પે તેમના ધારેલા સંકલ્પો પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને મહાપૂજા માટે પૂજા સામગ્રી અને વસ્ત્ર પરિધાન અર્પણ કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ મંદિરમાં પૂજારી ઓ દ્વારા મહાદેવની પૂજામાં કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરના પૂજારી ઓ તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશળક્ષેમની કામના સાથે મહામૃત્યુંજય મંત્રના આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ના યશની સતત વૃદ્ધિ થાય અને ઈશ્વર તેમના ધારેલા દરેક કાર્ય સફળ બનાવે તેવી પ્રાર્થના સાથે સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા પુરુષસુક્તના પાઠ કરવામાં આવ્યા હતા. સોમનાથ ગૌશાળાની ગૌમાતા નું પૂજન ટ્રસ્ટી જે.ડી.પરમાર અને ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગૌમાતાઓને ગોળ અને પ્રસાદ અર્પણ કરી તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા.
- Advertisement -
સોમનાથ મહાદેવને મધ્યાહન આરતી પહેલા 74 કિલોનો લાડુ ભોગ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ લાડુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિરાધારનો આધાર આશ્રમ ખાતે મનો દિવ્યાંગોને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંધ્યા સમયે સોમનાથ મહાદેવને દીપમાળાથી શોભિત કરવામા આવશે.