બોલિવૂડ સ્ટાર કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કરી લીધા છે અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.
છેલ્લા થોડા દિવસોથી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ એમના રિલેશનશિપને લઈને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા હતા અને ચાહકો જાણવા માંગતા હતા કે બંને ક્યારે લગ્ન કરવાના છે. એવામાં આ કપલે ગુપચુપ લગ્ન કરી લીધા છે અને સોશિયલ મીડિયા પર લગ્નની ઝલક શેર કરી છે.
- Advertisement -
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ 400 વર્ષ જૂના વાનપર્થી મંદિરના સાત ફેરા લીધા છે અને આ દંપતીએ પરંપરાગત દક્ષિણ ભારતીય રીતિ-રિવાજોથી લગ્ન કર્યા. તસવીરોમાં બંનેએ પરંપરાગત સાઉથ સ્ટાઈલ કપડાં પહેર્યા હતા અને લગ્ન બાદ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
View this post on Instagramઅદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામ પર એમના લગ્નની 9 તસવીરો શેર કરી છે. જેમાં બંને મંદિરની બહાર દેખાય છે, અદિતિએ લાઇટ બ્રાઉન સાડી પહેરી છે અને સિદ્ધાર્થે સફેદ રંગની ધોતી અને કુર્તા પહેર્યા છે.
- Advertisement -
જાણીતું છે કે સિદ્ધાર્થ અને અદિતિની લવસ્ટોરી ફિલ્મ મહા સમુદ્રમના સેટ પર શરૂ થઈ હતી અને આ વર્ષે માર્ચમાં, તેઓએ સગાઈના ફોટા પોસ્ટ કરીને તેમના રિલેશનશિપની પુષ્ટિ કરી હતી.




