સોમનાથ કોડિનાર હાઈવે ટ્રાફિકથી ખદબદે છે
હાઈવે પર પ્રાચી ગામે ટ્રકો, રિક્ષાઓ તેમજ ઇકોવાળાઓની મનમાની
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
પ્રાચી નજીક ટ્રાફિક અંગે ની વિગતો જાણીએ તો, કહેવાય છે કે સૌ વાર કાશી અને એક વાર પ્રાંચી ત્યારે પિતૃ તર્પણ નો મહિનો ચાલતો હોય અને સમગ્ર રાજ્ય અને દેશ માંથી અહીંયા લોકો પોતાના પિતૃ માટે શ્રાદ્ધ કાર્ય કરવા આવતા હોય ત્યારે સ્થાનિક વાહન વ્યવહાર માટે રિક્ષાઓ અને ઇકો વાળાઓ ચલાવી રહ્યા હોઈ છે. પ્રાચી ગામમાં મન ફાવે ત્યાં રિક્ષા વાળાઓ પાર્કિંગ કરીને ભાગી જાય છે ત્યારે ઠેક ઠેકાણે વાહનો નાં થપ્પા સર્જાઈ છે. આ હાઇવે સ્થિત ગામમાં આ સમસ્યા માથાનાં દુખાવા સમાન થઈ ગઈ હોઈ ત્યારે અહીના સ્થાનિકો અને નાના વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે અહીંયા ટ્રાફિક જમાદાર તેમજ પોલીસવાળા અને જીઆરડી ના જવાનો ઊભા હોય તો પણ જ્યાં ત્યાં રીક્ષાઓ વાળા પાર્ક કરીને ચાલ્યા જાય છે. જ્યારે અહીંયાથી 108 એમ્બ્યુલન્સ કોડીનાર થી નીકળીને પસાર થાય ત્યારે અવારનવાર અહીંયા 10 થી 15 મિનિટ ટ્રાફિકમાં જામ થાય છે જેને લીધે એમ્બ્યુલન્સમાં પહેલા દર્દી પોતાનો જીવ પણ ગુમાવી બેઠે તેવો ભય રહે છે. અહીંના તંત્રની લાપરવાહી અને ટ્રાફિક પોલીસ શું કરી રહી છે તે લોકોમાં ચર્ચાતો વિષય છે.
શું પાર્કિંગ માટે રીક્ષા વાળાઓ પોલીસને હપ્તા આપી રહ્યા છે?
તંત્રની લાપરવાહી અને ટ્રાફિક પોલીસ શું કરી રહી છે તે લોકોમાં ચર્ચાતો વિષય છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું પાર્કિંગ માટે રીક્ષા વાળાઓ પોલીસને હપ્તા આપી રહ્યા છે? બીજી બાજુ જિલ્લા કલેકટર દબાણો દૂર કરાવીને ટ્રાફિક ન થવાના આદેશ કરે છે જ્યારે અહીંયા તો ડીમોલેશન થયા બાદ ટ્રાફિકના સર્જાતા દ્રશ્યોમાં વધારો થયો હોઈ તેવું જણાઈ આવે છે. આના પર જીલ્લા તંત્ર અને ટ્રાફિક પોલીસ હવે શું પગલાં લેશે તે જોવું રહ્યું.