નગરકીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા
વેરાવળ, પ્રભાસ-પાટણનાં તમામ 7 ગુરૂદ્વારાનાં 7 ગુરૂ ગ્રંથ સાહિબ તેમજ 35 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા નીકળી
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
વેરાવળમાં સ્થિત સચખંડ ગુરુ દરબારમાં સમગ્ર વર્ષ તેમજ પ્રભાસ પાટણમાં દરમ્યાન શીખ સમુદાયના 11 ગુરૂ દેવનાં તમામ ગુરૂપ્રભ ધામધૂમથી ઉજવાય છે.
પરંતુ આ વર્ષે ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા જીવિત ગુરૂનો દરજ્જો પ્રાપ્ત એવા ગુરૂ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવના આયોજનમાં તા. 8 સપ્ટેમ્બર રવિવારે વેરાવળ તેમજ પ્રભાસ-પાટણમાં આવેલા તમામ 7 ગુરૂ દરબારનાં 7 ગુરૂ ગ્રંથ સાહિબ તેમજ 35 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા ગુરૂનાનક ચોકથી નીકળી હતી.જે હવેલી ચોક, બિહારીનગર, કરમચંદ બાપા ચોક થઈને લિલાશાહ બાગ ખાતે પૂર્ણ થઈ હતી.
- Advertisement -
ત્યારબાદ લીલાશાહ બાગ ખાતે વિવિધ સ્પર્ધાઓ, જૂનાગઢની મંડળી દ્વારા સત્સંગ તેમજ સમૂહ લંગરપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન ગુરૂનાનક કીર્તન મંડળી દ્વારા કરવામાં આવ્યું હતુ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુનાનક કીર્તન મંડળીના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.