લોગો ડિઝાઈન, બ્રાન્ડિંગ વગેરેમાં એસ.એ. ગ્રાફિક્સની સેવાઓ અને ક્વોલિટીને બિરદાવતા ગ્રાહકો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની એસ.એ. ગ્રાફિક્સ જે 24 વર્ષથી ડિઝાઈનિંગ ક્ષેત્રમાં કાર્યરત છે, તેને પુણેના રિત્ઝ-કાર્લટન હોટલમાં યોજાયેલા ‘ધ ઈન્ડિયા ડિઝાઈન શો’માં ઈન્ડિયા બેસ્ટ ડિઝાઈન એવોર્ડ 2024 મળ્યો છે. આ એવોર્ડ કંપનીએ કરેલી એક અનોખી પેકેજિંગ ડિઝાઈન માટે મળ્યો છે. આ એવોર્ડ ડિઝાઈન ઈન્ડિયા દ્વારા આપવામાં આવે છે, જે પુણેથી પ્રકાશિત થતી એક આંતરરાષ્ટ્રીય મેગેઝિન છે.
- Advertisement -
ડિઝાઈન ઈન્ડિયા છેલ્લા નવ વર્ષથી આ એવોર્ડનું આયોજન કરે છે. આ એવોર્ડ પુણેના ધ રિત્ઝ-કાર્લટન હોટલમાં યોજાયેલા ‘ધ ઈન્ડિયા ડિઝાઈન શો’માં એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં ડિઝાઈન પ્રોજેક્ટસ, ડિઝાઈન કંપનીઓ, ઈન-હાઉસ ડિઝાઈન કંપનીઓ અને ડિઝાઈન વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે 26થી વધુ ડિઝાઈન ઉદ્યોગના નિષ્ણાતો, કોલેજના પ્રોફેસરો અને ઉદ્યોગના અગ્રણીઓની એક જ્યુરી પેનલ દ્વારા પસંદગી કરવામાં આવે છે.