મંજૂરી મેળવ્યા વગર અને પાસ કરાયેલા પ્લાન વિરુદ્ધ બાંધકામ કરનાર પર કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં સિટી એન્જીનીયર પી.ડી.અઢીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
કમિશનર ડી.પી.દેસાઈના આદેશ અનુસાર તથા સિટી એન્જીનીયર પી.ડી.અઢીયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ તા.10/09/2024નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.5 અને 6માં ખાનગી મિલ્કતોનું ડિમોલિશન તેમજ વોર્ડ નં.18માં પ્રપોઝડ ટી.પી.સ્કીમ નં.38 (કોઠારીયા), એફ.પી.નં.72/એ, (રહેણાંક હેતુ વેચાણ) પર થયેલા ગેરકાયદે દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ વોર્ડ નં.06માં ભાવેશભાઈ સોલંકીની ખાનગી મિલ્કત (મેહુલનગર 1-નો ખૂણો, મેહુલ પ્રિન્ટની સામે, સંત કબીર રોડ, રાજકોટ પુર્વ મંજૂરી મેળવ્યા વિના કરેલું ગેરકાયદે બાંધકામ, વોર્ડ નં.05માં વિષ્ણુભાઈ શર્માની ખાનગી મિલ્કત (કૈલાશધારા મેઈન રોડ, ચામુંડા કૃપા મકાન પાસે, સંત કબીર રોડ, રાજકોટ) પુર્વ મંજૂરી મેળવ્યા વિના કરેલું ગેરકાયદે બાંધકામ, વોર્ડ નં.5માં હિરેનભાઈ ઢોલરીયાની ખાનગી મિલ્કત (મારૂતિ નગર મેઈન રોડ, ડો.ડોબરીયાના દવાખાના પાસે) મંજુર કરેલા પ્લાનથી વિરુધ્ધ માર્જીનની જગ્યામાં કરેલું અન-અધિકૃત બાંધકામ, વોર્ડ નં.18માં પ્રપોઝડ ટી.પી.સ્કીમ નં.38 (કોઠારીયા), એફ.પી.નં.72/એ, (રહેણાંક હેતુ વેચાણ) 2-ઓરડીનું બાંધકામ ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.