ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન-સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
- Advertisement -
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની આગામી 14 સપ્ટેમ્બરે પોરબંદર ખાતે થનારી મુલાકાતે સ્થાનિક રાજકારણમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. પાટીલના આગમન સાથે ભાજપના નવા કાર્યાલય ’કમલમ્’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે, કેન્દ્રિય જલશક્તિ મંત્રી ડો. મનસુખ માંડવીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત અન્ય ભાજપ નેતાઓ હાજર રહેશે.આ મુલાકાત દરમિયાન પાટીલ પોરબંદર જિલ્લામાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે.
આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય એ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં દરેક બુથમાં વધુમાં વધુ લોકો ભાજપ સાથે જોડાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે રાજયવ્યાપી સદસ્યતા અભિયાનના પ્રારંભ સમયે પીએમ નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ તેમની પોતાની સદસ્યતા નવીનીકરણ કરીને આ અભિયાનને વેગ આપ્યો છે. સી.આર.પાટીલની આ મુલાકાત અને કાર્યાલય ઉદ્ઘાટન બાદ પોરબંદરના રાજકીય હવામાં મોટો ફેરફાર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.