રાજકોટ મનપાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના મોરબી રોડ તથા ગંગોત્રી પાર્ક મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 37 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 19 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 3 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
લાયસન્સ બાબતે અક્ષર વડાપાઉં, બાલાજી પાઉંભાજી, શ્રીજી ડેરી ફાર્મ, બાલાજી જનરલ સ્ટોર, શ્રીજી ફરસાણ, કુબેર નાસ્તા ભંડાર, જડેશ્ર્વર જનરલ સ્ટોર, પાટીદાર ફરસાણ, બંસી ડ્રાયફ્રુટ એન્ડ મસાલા, ગેલેકસી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જય અંબે નાસ્તા સેન્ટર, શ્રીજી બેકરી, શ્રી હરિ પાર્લર, કિસ્મત પ્રોવિઝન સ્ટોર, જલારામ ફરસાણ, જલિયાણ પાર્લ, શિવ કોલ્ડ્રિંક્સ, ભગવતી મેડિકલ અને બહુચરાજી સુપર માર્કેટ સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા જય અંબે જાંબુ, નાગબાઈ ડેરી ફાર્મ, નીલકંઠ સુપર માર્કેટ, શ્રીરામ ડેરી ફાર્મ, સપના કોલ્ડ્રિંક્સ, બાલાજી કોલ્ડ્રિંક્સ, રંગોલી બેકરી, આઈ શ્રી ખોડિયાર ડેરી, જય માતાજી દાળ પકવાન, બાલાજી સુપર માર્કેટ, ન્યુ જલારામ બેકરી, ન્યુશ્રીજી આઈસ્ક્રીમ, જય અંબે ચિલ્ડ પોઈન્ટ, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, ફેમિલી માર્ટ, શ્રીજી મેડિકલ, મા પ્રોવિઝન સ્ટોર, નીરા ડેરી ફાર્મ, માર્વેલસ બેકરી, ખોડિયાર ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત ફૂડ્ઝ, માર્વેલસ ડ્રાયફ્રુટ કુકીઝ, સુધીર એન્ડ કંપની અને શ્રીનાથજી ટ્રેડર્સમાંથી નમૂના લેવાયા હતા.