નવ્યા નંદા બે વર્ષ અમદાવાદમાં જ રોકાઇને અભ્યાસ કરશે
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદા તમને હવે અમદાવાદની જાણીતી મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIMAમાં ભણતી જોવા મળશે. હાં, નવ્યા બે વર્ષ માટે બીપીજીપી (બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ)નો અભ્યાસ કરવા માટે IIMAમાં જ રોકાશે.
- Advertisement -
નવ્યા નંદા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનની દોહિત્રી છે. તે અમિતાભની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી છે. નવ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી હતી અને વિગતો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે મારું સપનું હવે પૂરું થઇ રહ્યું છે.
View this post on Instagram
નવ્યાએ ફેકલ્ટી, ફ્રેન્ડ્સ સાથે શેર કર્યા ફોટો
નવ્યાએ સોશિયલ મીડિયા પર એક નહીં પરંતુ ઘણી તસવીરો પોસ્ટ કરી છે. પ્રથમ તસવીરમાં તે કોલેજના ગેટ પર ઉભી છે અને IIMAના નામ સાથે પોઝ આપતી જોવા મળે છે. આ સિવાય કેટલીક તસવીરોમાં તે પોતાની કોલેજની ઝલક આપતી જોવા મળે છે અને ઘણી તસવીરોમાં તે તેના નવા મિત્રો અને ફેકલ્ટી સાથે પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો સામે આવતાની સાથે જ ચાહકોએ તેને શુભકામના પાઠવી રહ્યા છે. નવ્યાની આ પોસ્ટ પર સ્ટારકિડ્સ તથા બોલિવૂડ સેલિબ્રિટીસ પર કમેન્ટ કરી રહ્યા છે.