માતાની હત્યાના ગુનામાં આરોપી આજે જેલહવાલે કરવામાં આવશે
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરતાં આરોપીના મિત્રએ કરી અંતિમવિધિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યુનીવર્સીટી રોડ ઉપર આવેલ આરએમસી ક્વાટરમાં રહેતી મહિલાની હત્યા કરનાર પૂત્રને લેશમાત્ર અફ્સોસ નથી ગત સવારે માનસિક અસ્થિર માતા ઉપર છરીથી હુમલો કર્યો હતો પરંતુ માતાએ છરી પકડી લેતા ધાબળાથી ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધાની સનસનીખેજ કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દેતા આરોપીના મિત્રએ અંતિમવિધિ કરી હતી હત્યારો પૂત્ર જન્મ દેનાર જનેતાનું છેલ્લી વખત મોં પણ જોઈ શક્યો ન હતો આરોપીને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે ત્યાંથી જેલભેગો કરવામાં આવશે.
રાજકોટના ભગતસીહ ગાર્ડન પાસે આવેલ ક્વાટરમાં રહેતા જ્યોતિબેન જસવંતગર ગોસાઈની તેના જ પૂત્ર નીલેશએ ટૂંપો દઈ હત્યા નિપજાવ્યાની ઘટનામાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કે ઓળખ કરવાની ના પાડી દેતા સરકાર પક્ષે યુનીવર્સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિહ ઝાલાએ ફરિયાદી બની હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી આ અંગે એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે માનસિક અસ્થિર માતાના વર્તનથી તે થાકી ગયો હતો માતા માથાકૂટ કરતા હોય ગુસ્સે ભરાયેલા નીલેશે માતા ઉપર છરીથી હુમલો કર્યો હતો પરંતુ માતાએ છરી પકડી લેતા આવેશમાં આવેલા પૂત્રએ નજીકમાં પડેલા ધાબળાથી માતાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા બાદમાં સ્ટેટ્સમાં સોરરી મોમ લખી મિત્ર ભરતને બનાવ અંગે જાણ કરી હતી તે પછી મિત્રએ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દીધો હોય અને હત્યારો પૂત્ર કસ્ટડીમાં હોય જેથી પોલીસે મૃતદેહ તેના મિત્ર ભરતભાઈને સોપ્યો હતો તેણે અંતિમવિધિ કરી હતી ગૂનામાં ઉપયોગમાં લેવાયેલ ધાબળો સહિતના પૂરાવા એકત્ર થઇ ગયા હોય આજે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને ત્યાંથી જેલહવાલે કરવામાં આવશે.