કપાસ, મગફળી સહિતના પાકો પવનના લીધે જમીન પર ઢળી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
ઝાલાવાડ પંથક મુખ્યત્વે ખેતી આધારિત છે જેથી અહી મોટાભાગે વસતા સ્થાનિકો ખેતી પર નભે છે અહી મુખ્ય કપાસનું હબ ગણાતા ઝાલાવાડ પંથકમાં રવિવારથી ત્રણ દિવસથી અવિરત વરસાદના લીધે મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયાં છે. જેના લીધે ખેડૂતોના પાકને નુકશાન જવાની ભિતી સેવાઈ હતી.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યમાં રવિવારથી શરૂૂ થયેલા વરસાદને લીધે અનેક વિસ્તારોમાં નુકશાની સર્જી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કપાસ, બાજરી, મગફળી જેવા પાકોના વાવેતર કરેલા ખેતરોમાં વરસાદના લીધે પાણી ભરાયા હતા આ સાથે ભારે પવન થતાં અનેક પાકો જમીન પર ઢળી પડ્યા છે. વધુ પડતાં વરસાદથી ખેતરો નદીમાં પરિવર્તિત થતાં હવે પાકોનું રક્ષણ કરવું લગભગ અશક્ય છે ત્યારે ખેડૂતોની મહેનત વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે તેવામાં સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા જિલ્લામાં પડેલા વરસાદને અતિવૃષ્ટિ જાહેર કરી તમામ ખેડૂતોને નિષ્ફળ ગયેલા પાક સામે વળતર આપવા માંગ કરાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના લીધે થયેલ ખેતરોમાં તબાહી બાબતે રાજ્ય સરકાર તાત્કાલિક ડ્રોનથકી સર્વે કામગીરી હાથ ધરી મુખ્યમંત્રી કિશન શય યોજના અંતર્ગત ખેડૂતોની જમીન ધોવાણ અને પાક નુકશાની અંગે વળતર ચૂકવવા માટે ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડા દ્વારા માંગ કરાઈ છે.