પ્લાસ્ટિકની નાની પડિકીઓ બનાવી ગાંજાનું વેચાણ કરતા હતા, 5.50 કિલો જથ્થો જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર ખતમ કરવા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે જુનાગઢ બી ડિવિઝન પોલીસે મુબારકબાદમાંથી 5.50 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે. બી ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ. એચ.પી ગઢવી ,હેડ કોન્સ્ટેબલ જાદવ સુવા અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ પરમારને બાતમી મળી હતી કે મુબારક બાદમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ડિવિઝન પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.તેમજ એક આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મુબારક બાદમાં પ્લાસ્ટિકની નાની પડીકીઓ બનાવી ગાંજાનું વેચાણ કરતા સોનીબેન ચમનભાઈ મકવાણા ,ગોપાલ લાલજી ચુડાસમા ,શૈલેષ મનસુખ મકવાણા અને સાગર મનોજભાઈ ચૌહાણ પર ગઉઙજ ગુનો દાખલ કર્યો છે. બી ડિવિઝન પોલીસે મુબારકમાં રહેતા મહિલા સહિત ત્રણ આરોપીઓ પાસેથી રૂ.55,700 નો ગાંજો ઝડપી એ આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ડીવાયએસપી નિકિતા સિરોયાએ જણાવ્યું હતું કે ગઈકાલે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મુબારકબાદમાં સાગર મનોજ ચૌહાણ ,સોમીબેન જમનભાઈ મકવાણા ગોપાલ લાલજી ચુડાસમા, શૈલેષ મનસુખભાઈ મકવાણા પાસેથી 5.50 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.રૂ.55,780 રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓ આ ગાંજાને નાની પડીકીઓમાં પેકિંગ કરી વેચતા હતા. હાલ બી ડિવિઝન પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કરી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને એક આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.