DCBએ 100થી વધુ ગુનેગારોને બોલાવી અસામાજિક પ્રવૃતિઓથી દૂર રહેવા આપી સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મેળા સહિતના આયોજનો દરમિયાન વાહનચોર, મોબાઈલ ચોર, ખિસ્સાકાતરુ સક્રિય થતા હોય જેથી છેલ્લા ત્રણ વર્ષમાં ચોરીના કેસમાં પકડાયેલા 100થી વધુ ગુનેગારોને ડીસીબી પોલીસ સ્ટેશને લાવી અસામાજિક પ્રવૃતિઓથી દુર રહેવા લાલ આંખ કરી સૂચના આપવામાં આવી છે.
રાજકોટ એસીપી ક્રાઈમ બી બી બસિયા, ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફ દ્વારા રાજકોટના તમામ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં વાહન, મોબાઈલ ચોરી, લૂંટ, ચીલઝડપ કે ખિસ્સા કાપવાના ગુનાઓમાં પકડાયેલા 100થી વધુ ગુનેગારોને આજે ડીસીબી પોલીસ સ્ટેશને ખાતે બોલાવવામાં આવ્યા હતા અને તમામના લેટેસ્ટ ફોટા પાડવામાં આવ્યા હતા જે મેળા બંદોબસ્તમાં રહેલ સ્ટાફને ફોરવર્ડ કરવામાં આવ્યા છે આ તમામને સ્પષ્ટ ભાષામાં ગુનાખોરીથી અને અસામાજિક પ્રવૃતિથી દુર રહેવા કડક સૂચના આપવામાં આવી છે.