જૂનાગઢ શ્રાવણ માસના પવિત્ર પર્વે શહેરના દરેક શિવ મંદિરે ભગવાન ભોળાનાથને પુષ્પ સહીત અનેક શૃંગાર દર્શન કરવામાં આવે છે.અલગ અલગ રીતે શિવ મંદિરોમાં મહાદેવને મહા આરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શિવ ભક્તો જોડાઈ છે.અને મહાદેવને પૂજન અર્ચન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.
શહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલ શાંતેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં 11 હજાર કિલોના બરફ સાથે બરફાની બાબાના દર્શન જોવા મળ્યા હતા જેમાં બરફ થી 50 મીટરનો રસ્તો બનાવામાં આવ્યો હતો અને બરફનું શિવલિંગ બનાવામાં આવ્યું હતું અને આ 50 મીટર કરતા વધુ બરફની ગુફામાં ચાલતા હોય તેવી અનુભૂતિ ભક્તોને થઈ હતી. જયારે બરફાની બાબા અમરનાથની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી સામાન્ય સંજોગોમાં દરેક વ્યકિત અમરનાથની કઠિન યાત્રા કરી શકતા નથી ત્યારે અમરનાથ મહાદેવ સાક્ષાત દર્શન કરવાં ભક્તોની ભીડ જામી હતી.