સાસણ ગિરમાં વિશ્વ સિંહ દિવસની મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉજવણી
કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાઈને શુભેચ્છા પાઠવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
સાસણ ગીર ખાતે આજે વિશ્વ સિંહ દિવસની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગરિમામય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને સીએમ દ્વારા સિંહ સદન ખાતેથી સિંહોના મુખુટા પહેરેલ વિદ્યાર્થી સહીત વન્ય પ્રેમીઓની રેલીને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ વરચ્યુલ રીતે જોડાયા હતા અને આજના દિવસે સંદેશો આપતા જણાવ્યું હતું કે, ધરતી માતાની જાળવણી કરવા જણાવ્યુ હતુ અને એક પેડ માં કે નામ અભિયાનને વેગ આપવા જણાવ્યું હતું અને ખાસ 26 કરોડ લોકો એ પણ પ્રોટલ પર રજિસ્ટેશન કરાવ્યું છે અને પાણી સંરક્ષણ માટે પણ વિગતો જણાવી હતી તેમજ પ્રોજેક્ટ મિસ્ટી માટે પણ અનુરોધ કરાયો હતો અને પ્રકૃતિ ધરોહર સંરક્ષણ માટે સંકલ્પ કરવા જણાવ્યું એક પેડ માં કે નામ અભિયાન પૂરા ગૂજરાત અને ભારતમાં ફેલાય તે બાબતે સંકલ્પ કરવા જણાવ્યું હતું. જયારે રાજ્ય મંત્રી મુળુભાઈ બેરાએ વિશ્વ સિંહ દીવસની શુભેચ્છા પાઠવી હતી અને ગીરના સિંહોએ ભારત ભરમાં આકર્ષણ સાથે પ્રવાસીઓને આકર્ષી રહ્યુ છે. સાસણ પધારેલ રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેટેલાઈટ ટેલીમેટ્રી પુસ્તકનું વિમોચન થયું તેમજ સીએમ હસ્તે ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો માટે લાખો રૂપિયાના ચેક વિતરણ કરાયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે રીતે ગરમી વધી રહી છે.તેના માટે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક દેશમાં મુહિમ ચલાવી છે.અને દેશવાસીઓને અપીલ કરી છે કે, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પ્રત્યેક વ્યક્તિએ એક વૃક્ષનું વાવેતર કરીને તેનું જતન કરવું જોઈએ આ કરવાથી પર્યાવરણનું ખુબ મોટા પાયે જતન થશે અને આવનારી પેઢીને ખુબ મોટો ફાયદો થશે તેમ જણાવ્યું હતું.
આજના વિશ્વ સિંહ દિવસે જણાવ્યું હતું કે, પ્રાણી અને પ્રકૃતિનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે.આપણી વિરાસતની જાળવણી કરવી જોઈએ આજે સરકાર તો કામ કરી રહી છે.જેમાં પ્રકૃતિ પ્રેમી અને માલધારી સહીત સ્થાનિક લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે.હજુ લોકોએ વધુ જાગૃત બનીને પર્યાવરણનું જતન કરીને એ દિશામાં આગળ વધવું જોઈએ ત્યાર બાદ મુખ્યમંત્રી હસ્તે ભાલછેલ નજીક એક પેડ માં કે નામ કાર્યક્રમ અંર્તગત વ્રુક્ષા રોપણ કરવામાં આવ્યું આમ પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાસણ ગીર ખાતે પધાર્યા હતા અને વિશ્વ સિંહ દિવસે નાગરિકોને શુભ કામના પાઠવી હતી. આજના આ વિશ્વ સિંહ દિવસે સીએમ સાથે અંગત સચિવ સંજીવ કુમાર તેમજ વન્ય અધિકરી શ્રીવાત્સવ તેમજ સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગાભાઇ બારડ, દેવાભાઇ માલમ, ભગવાનજી કરગઠીયા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સહીતના વન્ય પ્રેમીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી.
- Advertisement -
એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષા રોપણ કરતા મુખ્યમંત્રી
મેંદરડાથી તાલાલા રોડ બનાવની ખાતરી આપતા સાંસદ ચુડાસમા
જૂનાગઢ જિલ્લો પ્રવાસન સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગ રૂપે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ મંચ ઉપર થી કહ્યું હતું કે, સ્થાનિક પદાધિકારીઓની માંગ છે કે મેંદરડા થી તાલાલા જવાનો માર્ગ બિસમાર હાલત માં છે ત્યારે આ રોડ ફરીથી સારો બને અને આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ખુબ મુશ્કેલી ઓછી પડે તેના માટે રોડની કામગીરી ઝડપી શરુ થાય તેવી ખાતરી આપી હતી.