પીઠડીયા ટોલનાકે ગ્રામ્ય LCBનો દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં તહેવાર ટાણે દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમી આધારે પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી રાજકોટના શખસણે 228 બોટલ દારૂ ભરેલી કાર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ એસપી જયપાલસિહ રાઠોડની સૂચના અન્વયે એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી ખાનગી હકીકત આધારે પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં અટકાવી જડતી લેતા મફિીની 228 બોટલ મળી આવતા કારચાલક રાજકોટની જ્ઞાનજીવન સોસાયટીમાં રહેત ક્રિશ કિશોરભાઈ ભાલારાની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહિત 5,05,500નો મુદામાલ કબજે કર્યો હતો પકડાયેલ ક્રિસની પ્રાથમિક પૂછતાછમાં રાજકોટના રાહુલ જીતુભાઈ વાણીયા અને ચોટીલાના કુલદીપ ઉર્ફે લાંબાનું નામ ખૂલતાં તેની શોધખોળ હાથ ધરી છે.