પેડક રોડ અને સંત કબીર રોડ ઉપરથી મુંબઈ અને ચોટીલાના બે શખ્સોની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા. 8
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે બી ડિવિઝન પોલીસે 1.36 લાખના દારૂ સાથે મુંબઈના શખસની ધરપકડ કરી છે જ્યારે ડીસીબીની ટીમે ચોટીલાના શખસણે 34 હજારના દારૂ સાથે દબોચી લઈ હાજર નહીં મળી આવેલ શખસની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે બી ડિવિઝન પીઆઇ એસ એમ જાડેજા અને ટીમે બાતમી આધારે પેડક રોડ ઉપર આવેલ અલકા પાર્કમાં મકાનમાં દરોડો પાડી મૂળ મુંબઈના હાલ અંહી ભાડાના મકાનમાં રહેતા અનિલ ધમુભાઈ ગુર્જર ઉ.28ને જુદી જુદી બ્રાન્ડના 1,35,950 રૂપિયા કિમતના દારૂ સાથે ઝડપી લઈ 20 હજારના મોબાઈલ સહિત 1,55,950 રૂપિયાનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ડીસીબીની ટીમે બાતમી આધારે સંતકબીર રોડ ઉપર કનકનગર સોસાયટીમાં દરોડો પાડી 33,600ની કિમતની 84 બોટલ દારૂ સાથે ચોટીલાના ડાકવડલા ગામના સુરેશ વિરજી મેરની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહિત 2,38,600નો મુદામાલ કબજે કર્યો છે તે દારૂ કનકનગરમાં રહેતા સંજય જાદવભાઈ કુમારખાણીયાને આપવા આવ્યો હોવાન કબૂલાત આપતા પોલીસે તેના વિરુધ્ધ પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે પકડાયેલ સુરેશ અગાઉ વાંકાનેર, ગોંડલ અને સુરેન્દ્રનગરમાં દારૂના ત્રણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે જ્યારે હાજર નહીં મળી આવેલ સંજય રાજકોટ અને ગોંડલમાં 5 ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.