24 લોકોને ખંખેરી લેનાર સંચાલકો સંકજામાં, હજુ વધારે ભોગ બન્યાની આશંકા
શ્રીજી ક્રેડિટ સોસાયટીમાં જેમનાં નાણા ફસાયા છે એવાં લોકો પોલીસનો સંપર્ક કરે
- Advertisement -
ફરિયાદમાં ઉલ્લેખ: શ્રીજી ક્રેડિટ સોસાયટીના વાઇસ ચેરમેનનું મૃત્યુ નિપજ્યું છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
મેંદરડામાં હેડ ઓફિસ અને અન્ય શહેરોમાં શાખા ધરાવતી શ્રીજી ક્રિડિટ સોસાયટીના હોદેદારોએ બાઇકની સ્કિમતેમજ વધુ વ્યાજ આપવાની લાલચ આપી અનેક લોકો પાસે રોકાણ કરાવ્યુ હતુ પરંતુ પાકતી મુદ્દતે કોઇને પૈસા આપ્યા ન હતા અવાર-નવાર ઉઘરાણી કરવા છતા રકમ પરત મળી ન હતી. શહેરના જોષીપરામાં રહેતા અને આ ક્રેડિટ સોસાયટીમાં નોકરી કરતા તેમજ તેમાં રોકાણ કારના વૃઘ્ધે શ્રીજી ક્રેડિટ સોસાયટીના ચાર હોદેદારો સામે 12.86 લાખની છેતરપીંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં અન્ય 24 રોકાણકારોના રૂપિયા પણ ફસાયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ 24 ઉપરાંત અનેક લોકોના રૂપિયા શ્રીજી ક્રેડિટ સોસાયટીમાં ફસાયા છે. આ અંગે બી-ડીવીઝન પોલીસ કિરણભાઇ દતાત્રેભાઇ દયાળે પોલીસમાં એવો ઉલ્લેખ કર્યો છે સોસાયટીના સંચાલકોમાંથી વાઇસ ચેરમેન પરેશભાઇ ભીખાલાલ મહેતાનું મૃત્યુ નિપજ્યાનું ફરિયાદમાં નોંધાવ્યુ છે. જ્યારે આ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે.
જેમાં શ્રીજી ક્રેડીટ સોસાયટીના ચેરમેન ભુવનભાઇ જે.વ્યાસ, મેનેજીંગ ડિરેકટર પરાગ નિમાવત અને મેનેજર ઉત્તક કાછડી રહે.મેંદરડા વાળાને પોલીસે ધરપકડ કરી છે. જ્યારે આ સમગ્ર છેતરપીંડીની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપાઇ છે. મેંદરડામાં હેડ ઓફિસ ધરાવતી શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ, એમડી પરાગ નિમાવત, મેનેજર ઉત્તમ કાછડીયા અને વાઇસ ચેરમેન પરેશ મહેતાએ મેંદરડા ઉપરાંત અન્ય શહેરોમાં ઓફિસ ખોલી હતી. જેમાં ક્રિડિટ સોસાયટીમાં બચત ખાતુ ખોલાવી લોકો પાસેથી ડિપોઝીટ સ્વીકારતા હતા. આ ઉપરાંત માસિક બચત યોજના, ડેઇલી બચત યોજના, પેન્શન પ્લાન સહિતની સ્ક્મિ ચલાવતા હતા. જેમાં જૂનાગઢ, કેશોદ, મેંદરડા સહિતના અનેક શહેરના લોકોએ વધુ વ્યાજની લાલચમાં રોકાણ કર્યુ હતુ. જૂનાગઢના જોષીપરામાં રહેતા કિરણભાઇ દતાત્રેયભાઇ દયાળ તા.13-5-2016માં ક્રિડિટ સોસાયટીમાં નોકરી પર રહ્યા હતા. તેઓએ આ લલચામણી સ્કિમમાં આવી જઇ તા.12-10-19થી 1/1/21 સુધી પોતાના તથા પરિવારના નામે ફિક્રસ ડિપોઝીટના 37 ખાતા ખોલાવ્યા હતા. જેમાં તેઓએ કુલ 14,56,652 રૂપિયા જમા કરાવ્યા હતા તે મસયે આ શખ્સો પાકી મુદતે વ્યાજ સાથે સવા ગણી રકમ આપવાનો વિશ્ર્વાસ આપતા હતા.